Western Times News

Gujarati News

શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડની જ્યુડિશિયલ તપાસના આદેશ

file

અમદવાદ: અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં તારીખ છઠ્ઠી ઓગસ્ટે રાત્રે લાગેલી આગની ઘટનાનાની તપાસ માટે રાજ્ય સરકાર દ્વારા તપાસ પંચ બનાવવાનો ર્નિણય લીધો છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ ઘટનાને અત્યંત ગંભીરતાથી લીધી છે.

Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf

તેમણે આ ઘટનામાં મૃત્યુ પામેલા કમનસીબ આઠ વ્યક્તિઓ પ્રત્યે શોકની લાગણી વ્યક્ત કરીને ઉંડુ દુઃખ વ્યક્ત કરતા મૃતકોના વારસદારોને રૂપિયા ચાર લાખની સહાયની પણ જાહેરાત કરી હતી અને આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને પણ રૂપિયા ૫૦ હજારની સહાય જાહેર કરી હતી.

મુખ્યમંત્રીએ શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાની આ સમગ્ર ઘટનાક્રમની તપાસ માટે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંહ અને શહેરી વિકાસના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરીની નિયુક્તિ કરી હતી. મુખ્યમંત્રીએ આ બે વરિષ્ઠ અધિક મુખ્ય સચિવને તેમની તપાસનો અહેવાલ ત્રણ દિવસમાં રાજ્ય સરકારને આપવાની સ્પષ્ટ સૂચનાઓ પણ આપી હતી.

તેમણે અમદાવાદ મહાપાલિકા, એફએસએલ, ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર, ફાયર બ્રિગેડ તેમજ પોલીસની સમગ્ર કામગીરીના અહેવાલો મંગાવવામાં આવ્યા હતા. રવિવારે બે વરિષ્ઠ અધિક મુખ્ય સચિવ સંગીતા સિંહ અને મુકેશ પુરીએ તેમનો તપાસ અહેવાલ રાજ્ય સરકારને સુપ્રત કર્યો છે. આ અહેવાલ જણાવાયું છે કે પ્રાથમિક રીતે ઇલેક્ટ્રિકલ તબીબી ઉપકરણમાં આગ લાગવાથી આ ઘટના બનેલી છે. આ એક પ્રકારની એક્સિડેન્ટલ ફાયર છે જે અંદાજે ત્રણ મિનિટમાં આઈસીયુમાં પ્રસરી ગઈ છે.

મુખ્યમંત્રીએ અહેવાલ બાદ કોઈ પણ પ્રકારની ન્યાયિક બાબત છૂટી ન જાય કે કોઈપણકસૂરવાર છટકી ન જાય તે હેતુસર સમગ્ર ઘટનાની ખૂબ જ ઝીણવટપૂર્વક તપાસ થાય તે માટે નિવૃત્ત હાઇકોર્ટ જજની અધ્યક્ષતામાં તપાસ પંચને જ્યુડિશિયલ ઇન્કવાયરી સોંપવાનો ર્નિણય કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.