Western Times News

Gujarati News

કોરોનાને લીધે ૧૫૦ વર્ષ જૂનો ભાદરવી પૂનમનો મેળો રદ

Files Photo

પાલનપુર: કોરોના મહામારીને કારણે ૧૫૦ વર્ષ જૂનો અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો રદ કરવામાં આવ્યો છે.બનાસકાંઠા જિલ્લા કલેકટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન સંદીપ સાગલે સોમવારે જણાવ્યું હતું કે, કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા જારી કરવામાં આવેલા માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને મેળો રદ કરવામાં આવ્યો છે.

Click link to download full Western  Times  (Ahmedabad Gujarati) epaper pdf

ભાદરવી પૂર્ણિમાનો મહામેળો ૨૭ ઓગસ્ટથી ૨ સપ્ટેમ્બરના સમયગાળામાં યોજાનાર હતો. જેમાં દર વર્ષે આશરે ૨૫ લાખથી વધુ યાત્રાળુઓ ગુજરાત તથા બહારના રાજયોમાંથી દર્શનાર્થે આવે છે. કલેક્ટરે જણાવ્યું કે, ‘આટલા મોટા સામાજિક મેળાવડામાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું ઘણું મુશ્કેલ છે. વળી, રાજ્ય સરકાર તરફથી મળેલા નિર્દેશો ખૂબ સ્પષ્ટ છે કે કોરોનાના સંક્રમણનું જોખમ વધારે હોય ત્યારે વર્તમાન રોગચાળાની પરિસ્થિતિને કારણે આવા મોટા ધાર્મિક અને સામાજિક મેળાવડાંને મંજૂરી આપી શકાતી નથી. ભાદરવી પૂનમ જે દેવી અંબાના અવતાર દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. ૧૫૦ વર્ષ જૂનો આ ધાર્મિક મેળો પરંપરાગત રીતે ઉજવવામાં આવે છે.

જે દરમિયાન દેશભરમાંથી લાખો ભક્તો દેવી અંબાને પ્રાર્થના કરવા મંદિરના નગરમાં ઉમટે છે. ત્યારબાદ નવરાત્રી દરમિયાન દેવીને ગરબા રમવા માટે આમંત્રણ આપવા માટે ઘણા ભક્તો પવિત્ર મંદિરમાં પગપાળા કરે છે. અગાઉ, કોરોના મહામારીને કારણે ટેમ્પલ ટાઉન દ્વારકામાં જન્માષ્ટમીની ઉજવણી રદ કરવામાં આવી હતી. જણાવી દઈએ કે, દર વર્ષે જન્માષ્ટમીના દિવસે દ્વારકાધીશના મંદિરમાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે. sss


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.