Western Times News

Gujarati News

રશિયાએ કોરોનાની રસીને ‘સ્પુતનિક વી’ નામ આપ્યું: દુનિયાના 20 દેશોમાંથી 1 અબજ ડોઝનો ઓર્ડર મળ્યો

મોસ્કો, રશિયાએ આજે દુનિયાની પ્રથમ કોરોના વેક્સીન બનાવ્યાનો દાવો કર્યો છે. તો બીજી તરફ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન સહિત ઘણ દેશો આ રસી સામે સવાલ ઉઠાવી રહ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની દીકરીઓને આ રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે. ત્યારે હેવે રશિયે આ રસીને ‘સ્પુતનિક વી’ નામ આપ્યું છે. આ સાથે જ રશિયા કોરોના વાયરસની રસી બનાવનાર પ્રથમ દેશ બની ગયો છે. રશિયાના નાણામંત્રી કિરીલ દિમિત્રિકે જાણકારી આપી કે દુનિયાના 20થી વધારે દેશોએ રશિયાને એક અબજથી વધારે રસીના ડોઝનો ઓર્ડર પણ આપી દીધો છે.

આ રસીની જાણકારી આપતા રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કહ્યું હતું કે આજે સવારે રશિયામાં દુનિયાની સૌપ્રથમ કોરોના રસીનું રજીસ્ટ્રેશન થયું છે. તેમણે તમામ લોકોનો આભાર માન્યો છે જેમણે આ રસી માટે કામ કર્યુ છે. પુતિને એવો દાવો પણ કર્યો છે કે આ રસી તમામ પરીક્ષણમાંથી સફળ રીતે પસાર થઇ છે. હવે આ રસીનું મોટા પ્રમાણમાં ઉત્પદન કરવામાં આવશે.

કોરોનાની આ રસીનું નામ રશિયાએ 1957ના વર્ષમાં બનાવેલા પ્રથમ ઉપગ્રહ સ્પુતનિક 1 ઉપરથી આપ્યું છે. રશિયાના અધિકારીઓએ જણાવ્યું કે રશિયા વિદેશી બજારમાં ‘સ્પુતનિક વી’ નામથી માર્કેટિંગ કરશે. રશિયાના જણાવ્યા પ્રમાણે સૌથી પહેલા સ્વાસ્થ્યકર્મીઓને આવતા મહિને રસી આપવાની શરુઆત કરવામાં આવશે. ત્યારબાદ સિનિયર સિટિઝનને રસી આપવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.