Western Times News

Gujarati News

આરોહી પટેલની અપકમિંગ ફિલ્મ મોન્ટુની બિટ્ટુનું ટીઝર રીલીઝ થયું

આરોહી પટેલની અપકમિંગ ફિલ્મ મોન્ટુની બિટ્ટુની ફિલ્મનું ઓફિશિયલ ટીઝર રિલીઝ કરી દેવાયું છે. લવની ભવાઈ ગુજરાતી ફિલ્મથી પ્રખ્યાત થયેલી  આરોહી પટેલ  અને તેની સાથે બીજા કલાકારો  મેહુલ સોલંકી અને મૌલિક નાયક આ ફિલ્મમાં કામ કરી રહ્યા છે. રામ મોરી દ્વારા લિખિત  વિજયગીરી બાવા ફિલ્મ દ્વારા બનાવવામાં આવી રહેલી આ ફિલ્મ આવનારા ઓગસ્ટ 2019માં પ્રદર્શિત થશે.  ફિલ્મ આશાસ્પદ લવ સ્ટોરી પર આધારિત છે. જેમાં મોન્ટુ અને બિટ્ટુની વચ્ચે કોઈ ત્રીજા જ વ્યક્તિનું આગમન થાય છે અને ત્યારે શું થશે તે ફિલ્મમાં જ જાણી શકાશે. અમદાવાદની પોળમાં રચાતા પ્રણય ત્રિકોણમાં કોણ બાજી મારશે તે માટે ફિલ્મ જોવી પડશે.

રીલીઝ થયેલા પોસ્ટરમાં આરોહી પટેલ અને મૌલિક નાયક સ્કૂટર પર દેખાઈ રહ્યા છે. જો કે પોસ્ટરની બોર્ડરમાં એક દરવાજો દર્શાવાયો છે, જ્યારે પાછળ હેરિટેજ ઈમારતો દેખાઈ રહી છે. પોસ્ટરમાં આરોહી પટેલ સ્કુટર ચલાવી રહી છે, જ્યારે તેની પાછળ બેઠેલા મૌલિક નાયકે હેલ્મેટ પહેરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.