Western Times News

Gujarati News

દિલ્હી તોફાનો બાદ હવે બેંગ્લુર હિંસામાં પણ પીએફઆઇનું નામ સામે આવ્યું

નવીદિલ્હી, પેગંબર મોહમ્મદ સાહેબને લઇ સોશલ મીજિયા પર કરવામાં આવેલ એક પોસ્ટથી બેંગ્લુરૂમાં હિસાની ભડકી છે.તોડફોડ અને આગની ઘટના બની છે અને ત્રણ લોકોના મોત નિપજયા છે જયારે ૬૦થી વધુ પોલીસ કર્મચારીઓને ઇજા થઇ છે.

બેંગ્લુરૂ પોલીસે ડીજે હલાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ હિંસાને ભડકાવવાના આરોપમાં સોશલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા એટલે કે એસડીપીઆઇ નેતા મુજામિલ પાશાની ધરપકજ કરી છે કહેવાય છે કે મુજામિલ પાશાએ જ પૈગંબર સાહેબને લઇ એક કહેવાતી પોસ્ટ કરી જેના કારણે ભીડ એકત્રિત કરી અને હિંસાને ભડકાવવાનું કામ કર્યું રાજય સરકારે આ પુરી હિંસાને સુનિયોજિત બતાવ્યું છે.

સોશલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇંડિયા એટલે કે એસડીપીઆઇ ઇસ્લામિક કટ્ટરપંથી સંગઠન પોપુલર ફ્રંટ ઓફ ઇન્ડિયા પીએફઆઇનું રાજનીતિક સંગઠન છે અને અને તેમાં પણ વધુ આશ્ચર્યજનક વાત એ છે કે સીએએની વિરૂધ્ધ પ્રદર્શન દરમિયાન જયારે દિલ્હીમાં તોફાનો થયો તો તેમાં પણ આ સંગઠન એટલે કે પીએફઆઇનું નામ જ સામે આવ્યું હતું એટલું જ નહીં પ્રવર્તન નિદેશાલયે પીએફઆઇ પર પણ મની લોન્ડ્રીંગનો કેસ પણ દાખલ કર્યો હતો.

હકીકતમાં ઉત્તરપૂર્વ દગિલ્હીમાં ૨૩ ફેબ્રુઆરીથી ૨૬ ફેબ્રુઆરીની વચ્ચે ફેલાયેલ હિંસક તોફાનોના મામલામાં દિલ્હી પોલીસે અદાલતમાં જાે પ્રારંભિક તપાસ રિપોર્ટ રજુ કર્યો તેમાં પણ એ વાતનો ઉલ્લેખ હતો કે તોફાનોમાં પીએફઆઇનો પણ હાથ હતો દિલ્હી તોફાનના મુખ્ય આરોપી આમ આદમી પાર્ટીના નિલંબિત કોર્પોરેટર હુસૈનને લઇ પોલીસનું કહેવુ હતું કે તેને અનેક કંપનીઓ બનાવી હતી આ કંપનીઓના માધ્યમથી તેને ગેરકાનુની રીતે તોફાનો માટે એક કરોડ ૧૨ લાખ રૂપિયા એકત્રિત કર્યા હતાં તેમાં તેને પ્રતિબંધિત સંગઠન પીએફઆઇથી પણ સાથ મળ્યો હતો.

માનવામાં આવે છે કે એસડીપીઆઇ સમગ્ર દેશમાં નાગરિકતા સંશોધન અધિનિયમની વિરૂધ્ધ વિરોધ પ્રદર્શનોના આયોજનમાં ખુબ સક્રિય હતું કેરલના મુખ્યમંત્રી પિનારાઇ વિજયને એસડીપીઆઇ પર લોકોની વચ્ચે સીએએ વિરોધી પ્રદર્શનના ઉપયોગ કરી વિભાજન પેદા કરવાનો આરોપ લગાવ્યો હતો.  રાજય પર્યટન મંત્રી સી ટી રવિએ બેંગ્લુરૂ હિંસાને પૂર્વ નિયોજિત તોફાન બતાવી કહ્યું છે કે એ સ્પષ્ટ અને જાહેર છે કે આ હિંસક હુમલા મુસ્લિમ ભીડે પૂર્વનિયોજિત રીતે કર્યા છે

જેરી સોશલ મીડિયા પોસ્ટના એક કલાકની અંદર હજારો લોકો એકત્રિત થયા અને ધારાસભ્યના નિવાસથી લઇ લગભગ સેંકડો ગાડીઓને નુકસાન પહોંચાજડયું તે પુરી રીતે સુનિયોજિત હતું. ભાજપના સાંસદ શોભા કરંદલાજે દાવો કર્યો કે પીએફઆઇ એસડીપીઆઇએ આ હિંસાનું કાવતરૂ રચ્યું તેમણે ફકત હિન્દુ મકાનોને નિશાન બનાવ્યા અને જાહેર સંપત્તિઓને આગ લગાવી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.