Western Times News

Gujarati News

રાજસ્થાન સંકટ: કોંગ્રેસે બે ધારાસભ્યોની બરતરફી રદ કરી

જયપુર, રાજસ્થાનમાં કોંગ્રેસે પોતાના બે ધારાસભ્યોની બરતરફી રદ કરી દીધી છે. આ ધારાસભ્યોને સચિન પાયલોટના બળવા બાદ બરતરફ કરવામાં આવ્યા હતાં કોંગ્રેસે ગહલોત સરકારની વિરૂધ્ધ બળવો કરનાર ધારાસભ્ય વિશ્વેંદ્ર સિંહ તથા ભંલર લાલ શર્માની બરતરફી પાછી ખેંચી હતી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ગોંવિદ સિંહ ડોટાસરાએ ટ્‌વીટ કરી આ માહિતી આપી કોંગ્રેસ નેતાએ કહ્યું કે કોંગ્રેસના સંગઠન મહાસચિવ અને રાજસ્થાન પ્રભારી અવિનાશ પાંડેએ ધારાસભ્ય ભંવરલાલ શર્મા અને વિશ્વન્દ્ર સિંહની કોંગ્રેસ પાર્ટીથી બરતરફીને પાછી ખેંચી લીધી છે આ પહેલા પાંડેએ ટ્‌વીટ કરી રહ્યું હતું કે વ્યાપક ચર્ચા વિચારણા બાદ આ બંન્ને ધારાસભ્યોની બરતરફી રદ કરવામાં આવી છે.

હકીકતમાં આજે રાજસ્થાનમાં કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક મળી હતી તેમાં મુખ્યમંત્રી અશોક ગહલોત અને તેમની વિરૂધ્ધ ગત એક મહીનાથી બળવો કરનાર સચિન પાયલોટની મુલાકાત થઇ હતી. આ બેઠકમાં પાયલોટ અને તેમના જુથના ધારાસભ્યોને પણ બોલાવવામાં આવ્યા હતાં. કે સી વેણુગોપાલની હાજરીમાં આ વિધાનસભા પક્ષની બેઠક બોલાવવામાં આવી હતી.

સચિન અને તેમના સમર્થક ધારાસભ્યોના બળવા બાદ રાજસ્થાનમાં રાજકીય સંકટ ઉભુ થયું હતું પરંતુ લગભગ એક મહીના સુધી ગતિરોધ બાદ આ અઠવાડીયે રાહુલ અને પ્રિયંકા ગાંધીની મુલાકાત બાદ મંગળવારે જયપુર સચિન પાછા ફર્યા હતાં અને કોંગ્રેસ નેતૃત્વ તરફથી તેમને વિશ્વાસ અપાવવામાં આવ્યો હતો કે તેમની ફરિયાદોને દુર કરવામાં આવશે.

પહેલા સચિનની વિરૂધ્ધ કડક ટીપ્પણી કરનાર મુખ્યમંત્રી ગહલોતે હવે પોતાના વલણ નરમ કર્યા છે તેમણે એક ટવીટમાં લખ્યું કોંગ્રેસની લડાઇ તો સોનિયા ગાંધીજી અને રાહુલ ગાંધીના નેતૃત્વમાં લોકશાહીને બચાવવાની છે. ગત દિવસોમાં જે થયું ભુલી જાવ અને માફ કરો અને આગળ વધવાની ભાવનાની સાથે ડેમોક્રેસીને બચાવવાની લડાઇમાં લાગી જાવ.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.