Western Times News

Gujarati News

સુપ્રીમ કોર્ટમાં બે અથવા ત્રણ કોર્ટ રૂમમાં આગામી સપ્તાહથી સુનાવણી શરૂ થઇ શકે છે

સાત જજની કમિટી એક કે બે દિવસમાં તમામ બાબતો પર વિચાર કર્યા પછી અંતિમ નિર્ણય લેશે

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટમાં આગામી અઠવાડીયાથી બે અથવા ત્રણ કોર્ટ રૂમમાં જજ હાજર રહેશે મહામારીને કારણે અત્યાર સુધીમાં મોટાભાગના કેસની સુનાવણી વચ્ર્યુઅલી જ કરવામાં આવી હતી.સીજેઇ એસ એ બોબડેએ ફિઝિકલ કોર્ટમાં સુનાવણી કરવા માટે પહેલ કરી હતી આ મામલે એક મહત્વની બેઠક યોજાઇ હતી. સુપ્રીમ કોર્ટના મુખ્ય જસ્ટિસે ફિઝીકલ કોર્ટ શરૂ થાય તે માટે ચર્ચા વિચારણા કરવા સાત જજની બેન્ચ બનાવી હતી તેમની બેઠક યોજાઇ હતી જેમાં કેટલાક અન્ય મુદ્દાઓ ઉપર પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી સુપ્રીમ કોર્ટ એડવોકેટ્‌સ ઓન રિકોડ્‌ર્સ એસોસિએશનને આ માહિતી આપી હતી.

જજની કમિટીએ આ બાબતે ગંભીરતાથી ચર્ચા વિચારણા કરી હતી કે આગામી અઠવાડિયાથી બે અથવા ત્રણ કોર્ટમાં સુનાવણી થાય તેના માટે રજિસ્ટ્રીના જણાવ્યા પ્રમાણે જરૂરી તૈયારી કરી રહી છે મિટિંગમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન પણ સામેલ થયા હતાં.એસસીએએઓરએના અધ્યક્ષ શિવાજી જાધવ અને એસસીબીએ પ્રેસિડેન્ટ દુષ્યંત દવેને સાત સદસ્યોની કમિટિ પાસે અપીલ કરી હતી કે ફિઝીકલ કોર્ટ રૂમ ઝડપથી શરૂ કરવામાં આવે છે તેની માટે મેડિકલ એકસપટ્‌ર્સની સલાહ પણ લેવામાં આવી શકે છે.મહામારીને ધ્યાનમાં રાખી એકસપર્ટની સલાહ લેવી જરૂરી છે આ બાબતે વિચારતા કહ્યું કે વચ્ર્યુઅલ કોર્ટને પણ ચાલુ રાખવામાં આવે પરંતુ તેની સાથે સાથે ફિઝીકલ કોર્ટ રૂમને પણ શરૂ કરવામાં આવે તેનાથી ફાયદો એ થશે કે લોકોને બે વિકલ્પ મળશે.

એવું માનવામાં આવી રહ્યું છે કે લોકડાઉનના પહેલા અંતિમ સુનાવણી માટે જે કેસનું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું ફિઝિકલ કોર્ટમાં તે કેસની સુનાવણી પહેલા થશે જાે કે સાત જજની કમિટી એક કે બે દિવસમાં તમામ બાબતો પર વિચાર કર્યા પછી અંતિમ નિર્ણય લેશે મહત્વનું છે કે હાલ તો કોરોનાની મહામારીને કારણે ફિઝીકલ કોર્ટની જગ્યાએ વચ્ર્યુઅલ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી રહી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.