Western Times News

Gujarati News

સતત વરસતા વરસાદના પગલે ભરૂચ જીલ્લાના તાલુકાઓમાં જળબંબાકાર

વરસાદી પાણી માં પશુઓ ગરકાવ થતા પશુપાલકો ની હાલત કફોડી

જંબુસરના કપાસીયાપૂરા માં બે માળ ની જર્જરિત ઈમારત ધરાશય.  

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચ જીલ્લા માં સાતમ ની સવાર થી જ જળમરયા વરસાદ સાથે વરસાદ સતત વરસી રહ્યો છે.ત્યારે છેલ્લા બે દિવસ થી ધોધમાર વરસાદ ના કારણે પાણી જાહેરમાર્ગો ઉપર ભરાઈ જવાના કારણે વાહન ચાલકો ની હાલત દયનિય બની છે.ત્યારે આમોદ-જંબુસર માં વરસાદી પાણી ગામો માં ભરાઈ રહેતા પશુઓ પણ પાણી માં ગરકાવ થઈ જવા સાથે પશુપાલકો ની હાલત કફોડી બની છે તો કેટલાક માર્ગો વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયા છે.

ભરૂચ જીલ્લા માં વરસાદી માહોલ જામી રહ્યો છે અને સતત મેઘ મહેર થઈ રહી છે.ત્યારે આજે દશમ ની સંધ્યાકાળે મેઘરાજા ને વિસર્જિત કરવામાં આવનાર છે.ત્યારે ભરૂચ જીલ્લા માં વરસાદી માહોલ યથાવત રહ્યો છે.ભરૂચ જીલ્લા ના વિવિધ તાલુકાઓ માં ધોધમાર વરસાદ વરસવા ના કારણે અનેક નીચાણવાળા વિસ્તારો તથા ગામો માં જળબંબાકાળ ના દ્રશ્યો સર્જાયા છે.જેમાં ભરૂચ જીલ્લા ના આમોદ- જંબુસર તાલુકાઓ માં વરસાદી પાણી એ લોકો ના હાલ બેહાલ કર્યા છે.

જંબુસર ના રામપુર ગામે તથા અન્ય ગામો માં વરસાદી પાણી ભરાઈ રહેવાના કારણે પશુપાલકો ના પશુઓ પાણી માં ગરકાવ થઈ જતા પશુપાલકો ની હાલત કફોડી બની છે.ત્યારે ભરૂચ જીલ્લા માં વરસાદ યથાવત રહ્યો છે.ભરૂચ માં પણ ચાર રસ્તા,ફાટાતળાવ સહીત ના અનેક જાહેરમાર્ગો ઉપર વરસાદી પાણી ભરાઈ રહેતા જાહેરમાર્ગો ઉપર રહેલી ખુલ્લી ગટરો માં વાહનો ખાબકી રહ્યા છે.ત્યારે કેટલાય વાહન ચાલકો જીવ ના જોખમે પણ મુખ્ય માર્ગો ઉપર ભરાયેલા વરસાદી પાણી માંથી પસાર થઈ રહ્યા છે. ભરૂચ જીલ્લા માં સતત વરસી રહેલા વરસાદ ના પગલે જર્જરિત ઈમારતો ધસી પડવાની ઘટનાઓ સામે આવી રહી છે.

ત્યારે જંબુસર શહેર ના કપાસિયાપુરા વિસ્તાર માં આવેલી બે માળ ની જર્જરિત ઈમારત વરસાદી પાણી માં ધોવાણ થવાના કારણે મોડી રાત્રી એ અચાનક ધડાકા સાથે ધસી પાડતા આસપાસ ના રહીશો ઈમારત ધસી પડવાના કારણે ઘરતીકંપ નો અહેસાસ થતા બહાર નીકળી પડતા ઈમારત ધસી પડવાનું સામે આવતા હાશકારો અનુભવ્યો હતો.ઈમારત ધસી પડવાની ઘટના માં કોઈ જાનહાની થવા પામી ન હતી.

ભરૂચ કલેકટર કચેરી ની બહાર જાહેરમાર્ગો વરસાદી પાણી માં ધોવાણ થઈ જવાના કારણે મસ્ત મોટા ખાડો પડી જતા ભરૂચ ના કેટલાક જાગૃત અને સામાજીક કાર્યકરો એ જાહેરમાર્ગો ઉપર પડેલા ખાડાઓ માં વૃક્ષારોપણ કરી જાહેરમાર્ગો ઉપર પડેલા ખાડાઓ માં કોન્ટ્રાકટરો એ કરેલા ભ્રષ્ટાચાર અંગે ની પોલ ખોલતા ફોટા અને વિડીયો સોશ્યલ મીડિયા ઉપર વાયરલ કર્યા હતા.એક તરફ સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી ના ભાગરૂપે હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર કાદવ કીચડ ના સામ્રાજ્ય ઉપર કપચીઓ પાથરવામાં આવી રહી છે.પરંતુ જાહેરમાર્ગો ઉપર પડેલા મસ્ત મોટા ખાડાઓ ન પુરવામાં આવતા તંત્ર ની કામગીરી સામે સવાલો ઉઠા થઈ રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.