Western Times News

Gujarati News

મોડાસા -ખુલ્લી ગટરમાં ખાબકેલી ગાયને ભારે જહેમત બાદ બહાર કઢાઈ

પ્રતિનિધિ દ્વારા, ભિલોડા: મોડાસા શહેર પાસે આવેલા સરકારી ક્વાર્ટર્સમાં જન્માષ્ટમીના દિવસે વધુ એકવાર ખુલ્લી ગટરમા ગાય પડતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો રામપાર્ક રોડ પર આવેલી સરકારી વસાહત માં ફસાયેલી ગાયને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ બપોરના એક વાગ્યાના સુમારે ગાય ગટરમાં ખાબકી હતી, જેને લઇને સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને સામાજિક સંસ્થાના આગેવાનો અને જીવદયા પ્રેમી ને જાણ કરી હતી.

ઘટનાની જાણ થતાં જીવદયાપ્રેમીઓ તાબડતોબ સરકારી વસાહત પહોંચી ગયા હતા, જોકે રજાનો દિવસ હોવા ને કારણે કર્મચારીઓનો સંપર્ક સાધી શકાય તેમ નહોતો, પણ ફાયરની ટીમને જાણ કરતાં ફયરની ટીમ આવી પહોંચી હતી.

સામાજિક સંસ્થાના આગેવાનો અને જીવદયા પ્રેમીઓએ અથાક પ્રયત્નો બાદ પાલિકાની સેનેટરી વિભાગનો સંપર્ક થયો હતો, ત્યાર બાદ પાલિકાનું જેસીબી અહીં આવી પહોંચ્યું હતું અને ગટર મા ફસાયેલી ગાયને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી.

ભારે જહેમત બાદ આગ ગટરમાં ફસાયેલી ગાયને બહાર કાઢવામાં આવી હતી. આ માટે જાયન્ટ્સ આગેવાનો નિલેશભાઈ જોશી પ્રવીણભાઈ પરમાર, અને ગોપાલક ગફુર રબારીએ ભારે ઝહેમત ઉઠાવી હતી., મોડાસા નગરમાં ખુલ્લી ગટરોમાં પશુઓના પડી જવાની ઘટનાઓ છાશવારે બનતી હોય છે ત્યારે આ પ્રકારની ખુલ્લી ગટરો સત્વરે બંધ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.