Western Times News

Gujarati News

શ્રાવણમાં અનરાધાર મેધ મહેર

સુરત, આણંદ, સુરેન્દ્રનગર, વડોદરા, સહિત ઉત્તર મધ્ય દક્ષિણ અને સૌરાષ્ટ્ર કચ્છમા ભારે વરસાદથી જનજીવનને અસર

અમદાવાદ: પવિત્ર શ્રાવણ મહિનામાં અનરાધાર મેઘ મહેર થતા રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાતા નાગરિકો મુશ્કેલીમા મુકાયા છે ઉકાઈ સહિતના ડેમો માંથી પાણી છોડવામાં આવતા નીચાણવાળા સંખ્યા બંધ ગામોને અલર્ટ કરવામાં આવ્યા છે સૌથી વધુ સુરત આણંદ, પથકમાં ભારે વરસાદ પડ્યો છે જેના પરિણામે સુરતમાં ઘરોની અંદર પાણી ઘુસી ગયા છે રાજ્યના ૧૧૨ તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે સૌથી વધુ સુરતના માગરોળમાં વરસાદ નોધાયો છે જ્યારે આણંદમાં ૧૨.૫ ઈચ વરસાદ પડતા જનજીવન ઠપ થઈ ગયુ છે.

ગુજરાત ઉપર ત્રણ સિસ્ટમ સક્રિય બનતા ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી તે મુજબ ગઈકાલ રાત્ર થી ગુજરાતમા ભારે થી અતિભારે વરસાદ પડી રહ્યો છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે આણંદ તાલુકાના ૧૨.૫ ઈચ, જ્યારે સુરતના ઉમરપાડામાં ૧૨ ઈચ વરસાદ નોધાયો છે જ્યારે સુરેન્દ્રનગર જીલ્લામા લખતરમાં ૯ જેટલો ઈચ વરાસાદ નોધાયો છે. સુરત શહેરમાં અને જિલ્લામાં ગઈકાલ રાત્રથી જ સખત વરસાદ પડવાના કારણે કામરેજ સહિત સખ્યા બંધ વિસ્તારોમા પાણી ભરાઈ જતા અને ઘરોમા પાણી ઘુસી જતા નાગરિકો મુશ્કેલીમા મુકાયા છે

સુરતના મહાનગરોમા ૬.૨ ઈચ વરસાદ નોધાયો છે સુરતમાં મોટાભાગના રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા છે ઉકાઈ ડેમમાંથી ૭૦ હજાર ક્યુસેક પાણી છોડવામા આવતા નીચાણ વાળા ગામોને અલર્ટ કરી દેવામાં આવી રહ્યા છે આ ઉપરાત ખાડી પણ ઓવરફ્રોલ થતા તેના પાણી સુરત શહેરમાં ફરી વળ્યા છે.

વલસાડ જીલ્લામાં પણ સખત વરસાદ પડી રહ્યો છે આ ઉપરાત ભરૂચ નવસારી સહિતના જિલ્લામાં પણ વરસાદ પડવાના કારણે જનજીવન પર અસર પડી છે દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જળાસયોમાં નવા નીરની આવક થઈ છે કેટલાક ડેમો છલકાવા લાગ્યા છે.

સૌરાષ્ટ્રમાં પણ શ્રીકાર વરસાદથી ખેતરોમાં પણ પાણી ભરાઈ જવા લાગ્યા છે જેના પરીણામે કપાસ સહીતના પાકોને નુકસાન થવાની દહેશત સેવાઈ રહી છે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ ગઈકાલે બપોર બાદ ધોધમાર વરસાદ પડવાનો ચાલુ થયો છે જેના પરિણામે ઠેર ઠેર પાણી જાેવા૩ મળી રહ્યુ છે.સુરેન્દ્રનગરના વઢવાણમાં ૬ ઈચ વરસાદ પડ્યો છે.

મધ્ય ગુજરાતમાં પણ ગઈકાલ સાંજથી જ ભારે વરસાદ પડવાનુ ચાલુ થયુ છે. વડોદરામાં ધીમે ધારે સખત વરસાદ પડી રહ્યો છે જ્યારે આણંદ અને ખેડા જીલ્લામા આભ ફાટ્યુ હોય તેવા દૃશ્યો જાેવા મળી રહ્યા છે આણંદ અને ખેડા જીલ્લામા અતિ ભારે વરસાદ પડ્યો છે આણંદ સૌથી વધુ ૧૨.૫ ઈચ વરસાદ નોધાયો છે.

જ્યારે ખેડા જીલ્લામા નડીયાદમાં ૭.૮ ઈચ વરસાદ નોધાયો છે. નર્મદા જીલ્લામા દેડીયા પાડામાં ૭.૧ ઈચ જ્યારે આણંદમાં બોરસદમા ૬.૬ ઈચ પેટલાદમાં ૬.૧ ઈચ, અને આકલાવોમાં ૫.૪ ઈચ વરસાદ નોધાયો છે ઉત્તર ગુજરાતમાં પણ મધ્યથી ભારે વરસાદ પડી રહ્યો છે અમદાવાદ જીલ્લામા સાણંદમા ૪.૪ ઈચ વરસાદ પડતા નગરમાં પાણી ભરાઈ ગયુ છે. અને હજુ પણ વરસાદ પડવાનો ચાલુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.