Western Times News

Gujarati News

ડોકલામમાં હાર બાદ ચીને એલએસી પર ફાયટર વિમાનોની ગોઠવણી કરી

નવીદિલ્હી, ૨૦૧૭માં ચીન સાથે ડોકલામમાં ૭૨ દિવસ સુધી ચાલેલી અથડામણો બાદથી જ ચીને વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી)થી લગતા પોતાના એરબેસને મજબુત કરવાનું શરૂ કરી દીધુ છે ચીનની સેનાએ લદ્દાખના પૈંગોગ ત્સોથી ફકત ૨૦૦ કિલોમીટર દુર નગરી ગુંસા એરપોર્ટ પર ફાઇટર જેટ્‌સની તહેનાતી શરૂ કરી દીધી હતી. ચીન સાથે જાેડાયેલા જાણકારોનું કહેવુ છે કે નોર્ધર્ન સેન્ટ્રલ અને ઇસ્ટર્ન સેકટરમાં કુલ મળીને ૧૪ એકફીલ્ડ છે.અત્યારે તાજેતરમાં જ સીએએસઆઇના એક રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે ચીને નગરી ગુંસા એરપોર્ટ ઉપરાંત શિનજિયાંગના હોતન એરબેસ પર ૩૬ એરક્રાફટ તહેનાત કર્યા છે જેમાં ૨૪ની સંખ્યામાં જે ૧૧,૬ જે બી,બે વાયુ ૮જી ટ્રાંસપોર્ટ એરક્રાફટ,બે કેજે ૫૦૦ એરબોર્ન અર્લી વોર્નિગ એરક્રાફટ બે એમઆઇ ૧૭ હેલિકોપ્ટર અને સીએચ ૪ ડ્રોન છે જાણકારોના અનુસાર ચીનના હોતન યરકાન્ત અને કાશગર એર બેસ લદ્દાખની નજીક છે અને યુધ્ધ દરમિયાન ચીન તેનો ઉપયોગ ભારત વિરૂધ્ધ કરી શકે છે.

આ વર્ષે હોવર્ડ કૈનેડી સ્કુલ બેલ્ફેર સેન્ટર ફોર સાયન્સ એન્ડ ઇન્ટરનેશન અફેયર્સએ એક રિપોર્ટ તૈયાર કર્યો છે. આ રિપોર્ટ અનુસાર ભારતીય સીમા ક્ષેત્રો પાસે સૌથી મહત્વપૂર્ણ પીએલએએએફ ફોરવર્ડ એરપોર્ટ અને હવાઇ ક્ષેત્ર જે લડાકુ અભિયાનોમાં મહત્વપૂર્ણ હશે હોટન લ્હાસા ગોંગસર નગરી ગુનાસા અને જિગજે પર સ્થિત છે જયાં ચીનના ફાયટર જેટ્‌સ તહેનાત છે જેના દાયરામાં ભારતના કાશ્મીર ઉત્તરી ભારત અને ઉત્તર પૂર્વ ભારતના અડ્ડા છે.

નગરી ગુનાસા અને ગોંગેસરના એરબેસ પર બ્લાસ્ટ ઓએસ નથી એવામાં જવાબી કાર્યવાહી દરમિયાન ભારતીય એરફોર્સ ચીનના આ એરબેસ પર તહેનાત ફાઇટર જેટ્‌સને નષ્ટ કરી શકે છે લ્હાસા એરબેસ પર ચીને તાજેતરમાં જ ૩૬ વિમાનો સુધીની સુરક્ષા માટે કઠોર બ્લાસ્ટ પેનને તૈયાર કર્યા છે ચીન પાસે કુલ ૨૧૦૦ ફાયટર જેટ્‌સ છે જેમાં ૧૦ જે ૧૧ અને એડયુ ૨૭ જેવા જેટ્‌સ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.