Western Times News

Gujarati News

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના ત્રણેય સંગઠનના હોદ્દેદારોની મીટીંગ મળી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ૪૦૦૦૦ કામદારોના કાફલા સાથે પરિવહન સેવા પુરી પાડતું ગુજરાત સરકારનું જાહેર સાહસ છે. નિગમમાં કામદારોના પ્રશ્ર્નો મેનેજમેન્ટ સામે રજુ કરવા માન્ય સંગઠનોના હોદ્દેદારો રજુઆત કરતા હોય છે. અને મેનેજમેન્ટ વહીવટી અને કામદાર લક્ષી નિર્ણય લેતું હોય છે. જેના ભાગ રૂપે તા:-૧૮/૦૭/૨૦૧૯ ના રોજ મધ્યસ્થ કચેરી રાણીપ ખાતે માનનીય ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલકશ્રીની અધ્યક્ષતામાં ત્રણેય સંગઠનના હોદ્દેદારો સાથે મીટીંગ કરવામાં આવી હતી.

જેમાં નિગમના જી.એસ.ઓ., પરિપત્રોનું એકત્રીકરણ અને ડીઝિટલાઇઝેશન કરવાની બાબતે માનનીય ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલકશ્રી દ્વારા આ કાર્યના કારણે આવનાર દિવસોમાં નિગમના કર્મચારીઓને જી.એસ.ઓ., પરિપત્રોના અર્થઘટન વિશે કોઇ વિસંગતતા રહેશે નહી તેમજ સદર જી.એસ.ઓ., પરિપત્રોને વેબસાઇટ પર અપલોડ કરવામાં આવનાર હોઇ દરેક કર્મચારીને સરળતાથી ઉપલ્બધ થશે તેમ જણાવેલ. સદર કામગીરીને માન્ય સંગઠનોના હોદ્દેદારોશ્રીઓ દ્વારા પણ આવકારેલ અને તેઓ દ્વારા અભ્યાસ માટે સમયની માંગણી કરતાં તેમની આ માગણી સ્વીકારેલ અને ઝડપથી અભ્યાસ કરી પોતાનાં સુચનો આપવા જણાવેલ.

આ ઉપરાંત કામદારોના અન્ય પડતર પ્રશ્ર્નો કે જેની સરકારશ્રી કક્ષાએથી મંજુરી મેળવવાની છે તેની યાદી બનાવી સત્વરે મેનેજમેન્ટ દ્વારા સરકારમાં રજુઆત કરવામાં આવશે તેમજ કામદારોને જલદીથી જલદી લાભ મળે તેવા પ્રયત્નો કરવામાં આવશે તેમ જણાવેલ. નિગમ કક્ષાના જે પ્રશ્ર્નો છે તેનો અભ્યાસ કરી હકારાત્મક દિશામાં નિર્ણય લેવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી. માન્ય સંગઠનોના હોદ્દેદારોશ્રીઓ દ્વારા મેનેજમેન્ટ જે દિશામાં કામ કરી રહ્યુ છે તેમાં તેઓને પૂર્ણ શ્રધ્ધા છે તેવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો.  સુમેળભર્યા વાતારવરણમાં મીટીંગનું સમાપન કરવામાં આવ્યુ. અંતમાં મુખ્ય કામદાર અધિકારીશ્રી દ્વારા આભાર વિધી કરવામાં આવી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.