Western Times News

Gujarati News

સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૦માં ઇન્દોર ફરી દેશનું સૌથી વધુ સ્વચ્છ શહેર

સરકારની આ યાદીમાં ત્રીજુ સ્થાન નવી મુંબઇનું છે ઉત્તરપ્રદેશની આધ્યાત્મિક પાટનગર વારાસણ અવ્વલ છે

નવીદિલ્હી, ભારત સરકારે સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૦ના પરિણામોની જાહેરાત કરી દીધી છે અને એકવાર ફરીથી ઇન્દોરે બાજી મારી છે.સરકાર દ્વારા જારી સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૦માં ઇન્દોર આ વર્ષ પણ ટોચ પર છે જયારે ગુજરાતનું સુરત શહેર બીજા નંબરનું સ્થાન હાંસલ કરવામાં સફળ રહ્યું છે ઇન્દોર ગત ત્રણ વર્ષથી ટોચ પર હતું અને આ તેનું સતત ચોથુ વર્ષ છે આ પહેલા ચાર વાર આ રીતના સર્વેક્ષણ થઇ ચુકયા છે.

સરકારની આ યાદીમાં ત્રીજુ સ્થાન નવી મુંબઇનું છે ગંગા કિનારે વસેલા શહેરોમાં ઉત્તરપ્રદેશની આધ્યાત્મિક પાટનગર વારાસણ અવ્વલ છે જયારે બિહારના પાટનગર પટણા સૌથી નીચે છે.  કેન્દ્રીય આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય દ્વારા આયોજિત સ્વચ્છ મહોત્સવ નામના આ કાર્યક્રમમાં કુલ ૧૨૯ શહેરોને પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યા પહેલા અહેવાલો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરના શહેરોમાં સાફ સફાઇથી સંબંધિત સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૦ના પરિણામોની જાહેરાત કરશે પરંતુ આજે તે આ કાર્યક્રમમાં સામેલ થઇ શકયા નહીં.

મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ સંબંધમાં ટ્‌વીટ કરતા ઇન્દોરવાસીઓ,અધિકારીઓ અને સ્વચ્છતા યોધ્ધાઓને અભિનંદન આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે આભાર વ્યકત કર્યો છે શિવરાજ ચૌહાણે લખ્યું છે આજે મધ્યપ્રદેશ માટે ગર્વ અને પ્રસન્નતાની ક્ષણ છે સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૦માં દેશના સૌથી સ્વચ્છ શહેરમાં પ્રથમ સ્થાનના સમ્માન માટે ઇન્દોરવાસી અધિકારીઓ અને સ્વચ્છતા યૌધ્ધાઓને અભિનંદન આ પ્રોત્સાહન અને સમ્માન માટે યશસ્વી પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીજીના આભાર સર્વેક્ષણના પહેલા સંસ્કરણમાં ભારતમાં સૌથી સ્વચ્છ શહેરનો પુરસ્કાર મૈસુરૂેએ હાંસલ કર્યો હતો જયારે ત્યારબાદ ઇન્દોર સતત ત્રણ વર્ષ (૨૦૧૭,૨૦૧૮,૨૦૧૯) ટોચના સ્થાન પર રહ્યું આ વર્ષે પણ ઇન્દોરે બાજી મારી સતત ચોથા વર્ષે ટોચ પર રહેલાનો રેકોર્ડ તેણે બનાવ્યો છે.

લગભગ એક મહીના સુધી ચાલેલ આ સર્વેક્ષણ દરમિયાન એક કરોડ ૭૦ લાખ નાગરિકોને સ્વચ્છતા એપ પર રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા છે સોશલ મીડિયા પર ૧૧ કરોડથી વધુ લોકો તેનાથી જાેડાયા સાડા પાંચ લાખથી વધુ સફાઇ કર્મચારી સામાજિક કલ્યાણ યોજનાઓથી જાેડાયા અને આવા ૨૧ હજાર સ્થાનોની ઓળખ કરવામાં આવી જયાં કચરો જણાઇ આવવાની સૌથી વધુ સંભાવનાછે આવાસ અને શહેરી કાર્ય મંત્રી હરદીપ સિંહ પુરીની સાથે સાથે વિવિધ શહેરોના મેયર નિગમ કમિશ્નર અને અન્ય પક્ષધારકો આ કાર્યક્રમમાં સામેલ થશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.