Western Times News

Gujarati News

સ્વામિનારાયણ મંદિર ચેસપીક સેન્ટર ,વર્જિનિયા ખાતે ઉદઘાટન

વર્લ્ડ પીસ એમ્બેસેડર પરમ પુજ્ય આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજ સંદેશ-  વિશ્વમાંશાંતિ, કરુણા અને ઉદારતા પ્રસરે 

શ્રી સ્વામિનારાયણ નૂતન મંદિર ચેસપીક સેન્ટર વર્જિનિયા ખાતે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ૪૨૦૧ ડોક રોડ પર આવેલું નુતન મંદિરના ઉદ્ઘાટન દરમિયાન ધાર્મિક,સાંસ્કૃતિક, પ્રાર્થના તથા  શાંતિનો પ્રચાર થાય તે માટેના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દુનિયામાંથી લાખો લોકો પધાર્યા હતા. વર્લ્ડ પીસ એમ્બેસેડર પરમ પૂજ્ય આચાર્ય શ્રી પુરુષોતમપ્રિયદાસજીસ્વામીજી મહારાજ ની અધ્યક્ષતા માં જેઓ શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, મણિનગરના પ્રવર્તમાન આચાર્ય છે જે વિશ્વભરમાં ધાર્મિક , સાંસ્કૃતિક અને સામાજિક ઉન્નતિ ના પ્રચાર અને પ્રસાર માટે કાર્યરત છે .

જે ચેસપીક મંદિરના ઉદઘાટન દરમિયાન આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજે જણાવ્યું હતું કે તેઓ શાંતિ , એકતા અને ભાઇચારો વધે તેમનો સંદેશો આખા વિશ્વમાં પ્રગટેએ માટે આ નૂતન મંદિરનું નિર્માણ કરવામાં આવેલ છે. ચેસપીક મંદિરના ઉદઘાટન દરમિયાન ઘણા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ડોકટર રિચાર્ડ ડબલ્યુ વેસ્ટ મેયર સીટી કાઉન્સિલ તેઓ આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી મહારાજની મુલાકાત લીધી હતી તથા ધન્યતા અનુભવી હતી તથા તેઓએ જણાવ્યું હતું કે આચાર્ય સ્વામી મહારાજની અધ્યક્ષતામાં શાંતિ નો અનુભવ કરી રહ્યો છું

જેઓ અમારા આ સીટીમાં પણ શાંતિનો પ્રસાર થાય કે માટે તેમણે આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. મારા જીવનકાળ દરમિયાન ઘણા બધા નવા મંદિરના કાર્યકમ માં હાજરી આપી છે પણ અહીંયા જે મારો સતકાર, સ્વાગત મળ્યો છે તે પહેલાંના કાર્યક્રમો કરતાં કંઈક વિશેષ છે જે હું અનુભવી રહ્યો છું આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી મહારાજની અધ્યક્ષતામાં ચેસપીક સેન્ટર ના મેયરને ચેક ચેસપીક ફાયર તથા પોલીસ વિભાગને અર્પણ કરવામાં આવ્યો હતો.

મહોત્સવના ત્રીજા દિવસે એટલે કે અંતિમ દિવસે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગરના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી મહારાજની અધ્યક્ષતામાં મૂર્તિની પ્રતિષ્ઠા નિમિતે ઘણી મોટી કિંમતના દાન પેટે ચેક નું પણ વિતરણ કરાયું હતું. સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠા  કાર્યક્રમ માં ચેસપીક સીટી માં વિશ્વશાંતિ રેલીનું પણ આયોજન કરાયું હતું. હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે આ મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી.

આખો પ્રસંગ લાઈવ પ્રસારણ કરવામાં આવ્યો હતો જેમાં લાખોની સંખ્યામાં લોકો નિહાળ્યો હતો ત્યારે આચાર્ય સ્વામીજી મહારાજે યાદ કરાવ્યું હતું કે આ અઠવાડિયે વિશ્વમાં સુવર્ણ જયંતી મનાવવામાં આવી જેમાં એપોસો 11 સ્પેસ શટલ જેમાં માણ સે ચંદ્રમાં પ્રથમ વાર મુસાફરી કરી હતી તેને પૂરા 50 વર્ષ પૂર્ણ થયા છે તો તે નિમિત્તે સુવર્ણ જયંતી પણ માણવામાં આવી તથા આ તારીખ ઇતિહાસમાં પણ નિહાળવામાં આવશે કારણ કે સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન આજે ચેસરીક સેન્ટરમાં વર્જિનિયામાં નૂતન મંદિરમાં બિરાજમાન થયા છે.

વર્જિનિયા પહેલું રાજ્ય છે જેમાં યુનાઈટેડ સ્ટેટ નું નિર્માણ થયું હતું જેમાં યુરોપિયન પ્રથમવાર ૧૯૦૭ સીઈમાં અહીં આવ્યા હતા. આ અઠવાડિયે આપણા માટે પણ શ્રી સ્વામિનારાયણ બાપા સ્વામીબાપા આપણા રાજ્યમાં પધાર્યા છે પોતાનું ઘર માનીને બિરાજમાન થયા છે તથા આચાર્ય સ્વામીજી મહારાજે જણાવ્યું હતું કે વિશ્વમાં શાંતિ , ભાઈચારો તથા ભાતૃભાવ કેળવાય એ માનવતા માટે બહુ જરૂરી છે.

ચેસપીક સેન્ટરમાં ભાઈચારો , એકતા , કરૃણા , ઉદારતા વધે એ હેતુથી આ મંદિરનું નિર્માણ કરવામાં આવેલ છે. ભાઇચારો , શાંતિ અને કરુણા આપણા રાજ્યમાં વધે તો જ સાચા અર્થમાં આપણે શ્રી સ્વામિનારાયણબાપા સ્વામીબાપાની મૂર્તિ પ્રતિષ્ઠા ઉજવી કહેવાય.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.