Western Times News

Gujarati News

લાંબા સમયના ઉઘાડ બાદ સાર્વત્રિક વરસાદ બાદ ધરતીપુત્રો ખેતીના કાર્યમાં જોડાઈ ગયા

સાત તાલુકાઓમાં ૭૬૪૧૬ હેકટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર થયુ:

 વ્યારા, તાપી  જિલ્‍લામાં લાંબા સમયના ઉઘાડ બાદ છેલ્લા બે ત્રણ  દિવસથી  પડેલા સાર્વત્રિક વરસાદ બાદ ધરતીપુત્રો ખેતીના કાર્યમાં જોડાઈ ગયા છે.  હાલ ઠેર ઠેર ખેડુતોએ ડાંગર રોપણીની કામગીરી ચાલુ કરી બાકી વાવણીનું કામ પુરુ કરવામાં લાગી ગયા છે. પશુપાલન પર આધારિત ઘાસચારો તથા લીલો પડવાશ તેમજ શાકભાજી તથા અન્ય બાગાયતી પાકોનું વાવેતર પણ કર્યું છે.

ચોમાસાના પ્રારંભ બાદ જિલ્‍લામાં પડેલા વરસાદને ધ્‍યાને લઈ તા.૧૯/૭/૨૦૧૯ સુધીમાં જિલ્‍લાની ૭૬૪૧૬ હેકટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર પૂર્ણ થયું છે. જિલ્‍લા ખેતીવાડી અધિકારી સતીષભાઈ ગામીત  દ્વારા પ્રાપ્‍ત થયેલ માહિતી મુજબ જિલ્‍લાનો છેલ્‍લા ત્રણ વર્ષનો સામાન્‍ય વાવેતર વિસ્‍તાર ૧૧૪૭૮૦ હેકટર રહયો છે.

તેની સામે અત્‍યાર સુધીમાં જિલ્લાની  ૭૬૪૧૬ હેકટર જમીનમાં વાવેતર પૂર્ણ થયું છે. વાવેતર કરવામાં આવેલ ખરીફ પાકો પૈકી ડાંગરનું ૨૯૩૭૮ હેકટર તુવેર ૧૨૬૧૨ અને કપાસ ૯૪૦૦ હેકટર સૌથી વધુ વાવેતર રહ્યુ છે. આ ઉપરાંત જુવાર, ૯૦૧૮ હેકટર મકાઇ, ૧૬૪૯ હેકટર અન્ય ધાન્ય, ૮૯ હેકટરમાં ૭૦ હેક્ટર મગ, ૭૫૬ હેકટરમાં અડદ, ૧૧૨ હેકટર અન્ય કઠોળ, ૮૧૮ હેક્ટર મગફળી, ૬૮૨૩ હેકટર સોયાબીન, ૩૩૭૭ હેકટર શાકભાજી અને ૨૩૧૪ હેકટરમાં ઘાસચારાનું વાવેતર થયુ છે.

તાલુકાવાર જોઈએ તો વાલોડ ૫૧૨૮ હેકટર, વ્યારા ૯૨૧૦ હેકટર, ડોલવણ ૭૮૬૮ હેકટર, સોનગઢ ૨૧૫૪૩ હેકટર, ઉચ્છલ ૧૨૦૪૮ હેકટર, નિઝર ૧૧૩૩૦ હેકટર અને કુકરમુન્ડા તાલુકામાં ૯૨૮૯ હેકટરમાં વાવેતર કરવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.