Western Times News

Gujarati News

આવનારા ૩-૪ મહિનામાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટિની ચુંટણી થશે

નવીદિલ્હી, કોંગ્રેસ કાર્ય સમિતિની બેઠક બાદ પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમે એક મીડિયા હાઉસ સાથે વાત કરતા કહ્યું કે આવનાર ત્રણ ચાર મહિનામાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિટિ માટે ચુંટણી થશે એ બાદ નવા કોંગ્રેસ અધ્યક્ષની પસંદગી પણ થઇ જશે.

એ યાદ રહે કે સીડબ્લ્યુસીની બેઠક શરૂ થઇ ત્યારે એવો માહોલ બન્યો હતો કે એવું લાગતુ હતું કે કોંગ્રેસના મુખ્ય નેતૃત્વમાં મોેટો ફેરફાર થશે. પરંતુ સાંજ થતા કહાની ત્યાં જ આવીને અટકી ગઇ જયાંથી શરૂ થઇ હતી બેઠકમાં નિર્ણય લેવામ્‌ આવ્યો કે હાલમાં સોનિયા ગાંધી જ અંતરિમ અધ્યક્ષ બનેલા રહેશે.

Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf

આ મુદ્દા પર ચિદમ્બરમને પુછવામાં આવ્યું કે શું કોંગ્રેસ પાર્ટીમાં ગાંધી પરિવાર સિવાય કોઇ નજર નથી આવપતું તો તેમણે કહ્યું કે અમે સમગ્ર મામલાને સમસ્યા અને તેમાંથી બહાર નિકળવાનો રસ્તો કાઢયો હતો મહામારીના આ માહોલમાં અમે કેટલાક મહિનાનો સમય લીધો છે. તેમણે કહ્યું કે એઆઇસીસીની ચુંટણી થવાની છે પરંતુ અત્યારે સંસદનું મોનસુન સત્ર થવાનું છે ત્યારે માર્ચથી સતત મહામારી ચાલુ છે અને કહેવાય નહીં કે સ્થિતિ કયારેય સામાન્ય થશે

તેમણે એમ પણ કહ્યું કે એ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી એકિટવ નથી એ કહેવું ખોટું છે રાહુલ ગાંધી સતત એકિટવ છે સોનિયા ગાંધી પબ્લિકમાં એટલા માટે એકિટવ જાેવા નથી મળતા કે મહામારી દરમિયાન તેમની તબિયત તેમને આ કરવાની પરવાનગી નથી આપતી.

તેમણે વાત આગળ વધારતા કહ્યું કે ૨૦૦૪માં જયારે ભાજપ હાર્યું હતું ત્યારે શું મીડિયાએ આ રીતે હુમલો કર્યો હતો તો પછી કોંગ્રેસ પર આ પ્રકારનો હુમલો કેમ કરી રહ્યાં છે મીડિયાએ ભાજપને સવાલ પુછવા જાેઇએ તે કોંગ્રેસને સવાલ પુછી રહી છે.મીડિયાએ ન્યુટ્રલ રહેવું જાેઇએ.

કોંગ્રેસમાં ગાંધી પરિવારના વિકલ્પથી જાેડાયેલા સવાલ પર ચિદમ્બરમે કહ્યું કે કોંગ્રેસનો સંવૈધાનિક અધિકાર છે કે તે કોઇને પણ પોતાના અધ્યક્ષ તરીકે પસંદ કરી શકે જેમાં કોઇને કોઇ વાંધો નથી હું કોઇ પણ ટીપ્પણી પર જવાબ દેવાનું પસંદ નહીં કરૂ કેમ કે તે તેમનો સંવૈધાનિક અધિકાર છે.

તેમણે કહ્યું કે એઆઇસીસીની ઓગષ્ટ ૨૦૧૯ની બેઠકમાં નિર્ણય કરવામાં આવશે કે સોનિયા ગાંધી એક વર્ષ માટે અંતરિમ અધ્યક્ષ રહેશે અને એ બાદ ચુંટણી કરવામાં આવશે પરંતુ માર્ચથી ઓગષ્ટની આ બેઠક સુધી સતત દેશમાં મહામારીનો દોર ચાલી રહ્યો છે એ કારણે હાલમાં ઇલેકશન કરાવી શકાય નહીં જયારે લોકો ગાંધી પરિવાર પર નિશાન બનાવી રહ્યાં છે પરંતુ એવું નથી કે કોંગ્રેસમાં તમામને ચુંટણી લડવાનો અધિકાર છે આવનારા સમયમાં ચુંટણી થશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.