Western Times News

Gujarati News

રાજયના ૮૯ જળાશયો ૧૦૦ ટકાથી વધુ ભરાયા, સરદાર સરોવર ડેમમાં ૬૯ ૬૬ ટકા સંગ્રહ

Files Photo

ગાંધીનગર: રાજયના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારપા મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમં રાજયના ૩૩ જિલ્લાના ૨૪૨ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે જેમાં રાજયના ૧૦ તાલુકાઓમાં ચાર ઇચથી નવ ઇચ સુધીનો વરસાદ વરસ્યો છે સૌથી વધુ કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં નવ ઇચ અને રાજકોટના ગોંડલ તાલુકામાં સાત ઇચથી વધુ વરસાદ નોંધાયો છે. તે ઉપરાંત ભાણવડ,લખપત જામજાેધપુર રાધનપુર સાંતલપુર ટંકારા માંડવી કચ્છ અને ધોરાજીમાં એક ઇચથી લઇ પાંચ ઇચ વરસાદ નોંધાયો છે.

રાજયના ૪૯ તાલુકાઓમાં ૨થી ચાર ઇચ વરસાદ નોંધાયો છે જેમાં જામકંડોરણા,સમી વાડિયા સિધ્ધપુર મોરબી મુન્દ્રા,નખત્રાણા રાપર જેતપુર લીલીયા ભુજ દિયોદર દસાડા કલ્યાણપુર ગાંધીધામ ઉપલેટ થાનગઢ મુળી દ્વારકા શંખેશ્વર ઉમરપાડા કોટડા સાંગાણી વાંકાનેર હારીજ સાયલા લાલપુર વઢવાણ બગસરા લોધિકા ભેસાણ ખંભાળિયા બાબરા બારડોલી ભચાઉ ખેરાલુ હારડોલી દાંતા કલોલ ચુડા કુકરમુંડા ઉઝા ખેરાલુ અને અમરેલીનો સમાવેશ થાય છે આ ઉપરાંત ૬૬ તાલુકાઓમાં ૧થી ૨ ઇચ વરસાદ તથા ૧૧૬ તાલુકાઓમાં એક ઇચથી ઓછો વરસાદ નોંધાયો હોવાનું સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જણાવાયુ છે.

રાજયમાં ચાલુ મોસમનો સરેરાશ ૧૦૬.૭૮ ટકા વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ ક્ચ્છ ઝોનમાં ૨૧૩.૫૭ ટકા સૌરાષ્ટ્ર ઝોનમાં ૧૪૧.૩૫ ટકા દક્ષિણ ગુજરાત ઝોનમાં ૯૨.૨૯ ટકા ઉત્તર ગુજરાતમાંમ ૯૨.૨૨ ટકા અને પૂર્વ મધ્ય ઝોનમાં ૮૦.૩૫ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.

રાજયમાં થયેલ વરસાદને કારણે રાજયના સરદાર સરોવર સહિત ૨૦૬ જળાશયો ભરાયા છે સરદાર સરોવર ડેમમાં હાલ ૨,૩૨,૭૧૯ એમસીએફટી પાણીના સંગ્રહ સાથે કુલ સંગ્રહ શક્તિના ૬૯.૬૬ ટકા જેટલો થયો છે રાજયના ૮૯ જળાશયો ૧૦૦ ટકાથી વધુ ભરાયા છે તે ઉપરાંત ૭૬ જળાશયો એવા છે કે જે ૭૦થી ૧૦૦ ટકા વચ્ચે ભરાયા છે. સરદાર સરોવર સહિત ૧૫ જળાશયો એવા છે કે જેમાં ૫૦થી ૭૦ ટકા જેટલો જળસંગ્રહ થયો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.