Western Times News

Gujarati News

વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે હિંડોળા મહોત્સવનું આયોજન

(પ્રતિનિધિ)નડિયાદ,  સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની ગણાતા વડતાલધામ ખાતે રવિવારે ઢળતી સંધ્યાએ લક્ષ્મીનારાયણદેવ પીઠાધિપતિ ૧૦૦૮ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ, પ.પૂ.જ્ઞાનજીવન દાસજી સ્વામી, ચેરમેન દેવપ્રકાશ સ્વામી, પ.પૂ. ગોવિંદ સ્વામી – મેતપુર, ઘનશ્યામ સ્વામી – સાળંગપુર, પુરાણી કેશવ સ્વામી – વાપી સહિત વડીલ સંતોના વરદ હસ્તે દ્વિતીય હિંડોળા મહોત્સવ નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંપ્રદાયના સંતો તથા મોટી સંખ્યામાં હરિભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવિ હતી.

વડતાલ મંદિર ના આસિસ્ટન્ટ કોઠારી સંત સ્વામીએ જણાવ્યુ હતું કે ગત વર્ષે પ્રથમ હિંડોળા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેનો ૩ લાખ થી વધુ હરિભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. ચાલુ વર્ષે પણ રવિવાર તા. ૨૧ મી ના રોજ દ્વિતીય હિંડોળા મહોત્સવ નું ભવ્યાતિ ભવ્ય રીતે આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ, પ.પૂ.જ્ઞાનજીવનદાસજી સ્વામી, ચેરમેન દેવપ્રકાશ સ્વામી સહિત સંપ્રદાયના વડીલ સંતોના હસ્તે અને ખાંધલીના પ.ભ.ઘનશ્યામભાઈ શિવાભાઈ પટેલના યજમાન પદે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ભગવાન હરિએ અનેક ઉત્સવો કર્યા હતા જેમાં હિંડોળા ઉત્સવનું અનેરું મહાત્મય છે.

નિષ્કુળાનંદ સ્વામીએ બાર બારણાંના વડતાલ જ્ઞાનબાગમાં ભગવાન હરિએ ઝુલાવવામાં આવ્યા હતા ભગવાને દરેક બારણાંમાંથી હરિભક્તોના લાકડીના સહારે હાર સ્વીકાર્યા હતા સ્વામિનારાયણ સંપ્રદાયમાં અષાઢ વદ બીજથી શ્રાવણ વદ બીજ સુધી હિંડોળા ઉત્સવ ઉજવવામાં આવે છે. જેમાં હરિભક્તો ભગવાન હરિ તે ફળ ફૂલ ચોકલેટ પેન્સિલ રબર તથા અનેક વિવિધ આઇટમોના હાંડલા ભણાવીને પ્રભુને હિંડોળે ઝુલાવવામાં આવે છે વડતાલ મંદિર માં ચાલુ વર્ષે તૈયાર કરવામાં આવેલ હિંડોળામાં નીલકંઠ વરણીનું વનવિચરણ ૧૨ બારણાંનો પ્રસાદીનો હિંડોળે ઝૂલતા હરિ છ ધામના દેવોના હિંડોળા ચાલુ વર્ષે નવેમ્બર માસમાં ઉજ્વાનારા વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત ભગવાન હરિ એ અમદાવાદ, વડતાલ, લોયા, ગઢડા, સાળંગપુર, કારિયાણીના વચનામૃતની ઝાંખી કરાવતા દ્રશ્યો આબેહૂબ રીતે તૈયાર કરવામાં આવેલા છે . ૈં.ઈ.ડ્ઢ. દ્વારા અનેક વિધ દ્રશ્યો દર્શાવવામાં આવ્યા છે જેમાં નાના ભૂલકાં હરિભક્તોને ભગવાન હરિ હાથો હાથ લાડુનો પ્રસાદ આપતા હરિ અનેરું આકર્ષણ છે. પ્રવેશદ્વાર પર વૃક્ષો ઊભા કરીને પર્યાવરણ રક્ષણનો સંદેશ આપ્યો છે. સ્વાગતમાં વૃક્ષના રોપા આપવાની શરૂઆત વડતાલ સંસ્થાની આનોખી પહેલ છે. ૩૬ ગામ ના સ્વયં સેવકો સેવામાં રહેશે. ઘનશ્યામભાઈ ખાંધળી વાળાએ સેવાની હેટ્રિક કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.