Western Times News

Gujarati News

યુવરાજને કિંગ્સ ઇલેવનની ટીમ બિલકુલ પસંદ ન હતી

નવી દિલ્હી,: ટીમ ઇન્ડિયાના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે પોતાની કારકિર્દીમાં ઘણી ઉપલબ્ધિઓ મેળવી છે. જે દરેક ખેલાડીઓનું સપનું હોય છે. યુવરાજે ભારતને ટી-૨૦ વર્લ્ડ કપ જીતાડ્યો છે. ૨૦૧૧માં વન-ડે વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનાવ્યું છે. જોકે આઈપીએલમાં અપેક્ષા પ્રમાણે પ્રદર્શન કરી શક્યો નથી. યુવરાજ સિંહ જેવો ટેલેન્ટેડ ખેલાડી આઈપીએલમાં ફક્ત ૨૪ની એવરેજથી જ રન બનાવી શક્યો છે.

આઈપીએલમાં એવરેજ પ્રદર્શનના કારણે કોઈ ફ્રેન્ચાઇઝી યુવરાજ સિંહને પોતાની સાથે રાખવા માંગતી ન હતી. આ જ કારણે તે ૬ ટીમો તરફથી આઈપીએલમાં રમ્યો છે. યુવરાજ કિંગ્સ ઇલેવન પંજાબ, પૂણે વોરિયર્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, દિલ્હી ડેરડેવિલ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઇન્ડિયન્સ તરફથી આઈપીએલમાં રમ્યો છે. આ દરમિયાન યુવરાજ સિંહે ખુલાસો કર્યો છે કે કઈ આઈપીએલ ટીમમાં રમવું તેને ઘણું ખરાબ લાગ્યું અને કેમ તે ટીમને છોડીને જવા માંગતો હતો. સ્પોર્સ્ટટાઇમ ૨૪૭માં આવેલા રિપોર્ટ પ્રમાણે યુવરાજને કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ બિલકુલ પસંદ ન હતી.

તમને જણાવી દઈએ કે યુવરાજ આ ટીમનો કેપ્ટન પણ રહ્યો હતો. યુવરાજે કહ્યું હતું કે હું કિંગ્સ ઇલેવન પંજાબ ટીમથી ભાગવા માંગતો હતો. ટીમ મેનજમેન્ટ મને પસંદ કરતા ન હતા. મેં તેમને જે ખેલાડીઓને ખરીદવા માટે કહ્યું હતું તેમણે ખરીદ્યા ન હતા. જ્યારે હું ચાલ્યો ગયો પછી તેમણે તે જ ખેલાડી ખરીદી લીધા હતા. મને પંજાબની ટીમ પસંદ છે પણ તેને ચલાવનાર લોકો નહીં


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.