Western Times News

Gujarati News

ખેડબ્રહ્મા કોલેજમાં એન એસ એસની પરિચય બેઠક તથા ગુરુપૂજન મહિમા કાર્યક્રમ યોજાયો

ખેડબ્રહ્મા, અરવલ્લી વિદ્યાભવન ટ્રસ્ટ સંચાલિત ડી ડી ઠાકર આટર્સ અને કે જે પટેલ કોમર્સ કોલેજ ખેડબ્રહ્માના રાષ્ટ્રીય સેવા યોજના એન એસ એસ વિભાગ તેમજ સંસ્કૃત અને હિન્દી વિભાગના સંયુક્ત ઉપક્રમે તા ૧૭ જુલાઈ ૨૦૧૯ને બુધવારના રોજ એન એસ એસની પરિચય બેઠક તથા ગુરુ પૂજન મહિમા કાર્યક્રમ પ્રા. ડો. રમેશભાઈ ડી પટેલ આર્ટ્‌સ કોલેજ વિજયનગરના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગયો તેઓએ કાર્યક્રયના આરંભમા કોલેજના આચાર્યશ્રી એન ડી પટેલ સાહેબે આગંતુક મહેમાનશ્રી તેમજ એન અસે એસમા પ્રવેશ લીધેલ સ્વયંસેવકોને અવકાર્યા હતા ભારત સરકારના યુવા કાર્યક્રમ તથા ખેલ મંત્રાલય દ્વારા સંચાલિત રાષ્ટ્રીય સેવા યોજના આજના બદલાતા સમયનીસાથે યુવાશÂક્તના વ્યÂક્તત્વ વિકાસ માટે અતિ ઉપયોગી છે આ યોજનામા જાડાનાર સ્વયંસેવક સમાજના લોકો સાથે મળીને સમાજના હિત માટે કાર્ય કરે છે જેવા કે સાક્ષરતા પર્યાવરણમાં સુરક્ષા સ્વાસ્થ્ય સુધારણા સફાઈ તથા પ્રાકૃતિક આપદાઓના સમયે પીડિત વ્યÂક્તઓની સહાયતા વગેરે કાર્યોમાં સહભાગી બને છે સમાજ ઉપયોગી કાર્યોમાં જાડાવાને કારણે સમાજ સેવા તથા રાષ્ટ્ર સેવાના ગુણોનો વિકાસ થાય છે આ કાર્યક્રમમાં ૧૫૦ સ્વયંસેવકોએ ભાગ લીધો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.