Western Times News

Gujarati News

આતંકી પુલવામા બાદ બીજા હુમલાની ફિરાકમાં હતાં

નવીદિલ્હી, પુલવામા અટેક બાદ પોણા બે વર્ષ સ્પેશિયલ કોર્ટમાં એનઆઇએએ પુલવામા હુમલાની ચાર્જશીટ દાખલ કરી હતી જેમાં જૈશ એ મહોમ્મદને લઇને તથા હુમલાને લઇને અનેક ખુલાસા કરવામાં આવ્યા છે આ ચાર્જશીટમાં એક ધટસ્ફોટ કરાયો છે જેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પુલવામામાં હુમલો કરાવનાર મસુદ વધુ એક હુમલો કરાવવાનો હતો જાે કે ભારતીય સેનાની બાલાકોટ એર સ્ટ્રાઇક બાદ તે ડરી ગયો હતો.

એનઆઇએસની ચાર્જશીટમાં મહત્વનો ખુલાસો થયો છે પુલવામા હુમલા બાદ મસુદ અઝબરની યોજના વધુ એક હુમલો કરવાની હતી ભારતીય સેનાની બાલાકોટમાં એરસ્ટ્રાઇક બાદ મસુદ અઝહર ડરી ગયો હતો બાલાકોટ એરસ્ટ્રાઇક બાદ ડરેલા મસુદ અઝહરે બીજા હુમલાનો પ્લાન પડતો મુકયો હતો.

મસુદ અઝહરનો ભત્રીજાે બીજા હુમલાની ફિરાકમાં હતો બીજા હુમલા માટે એક કારની પણ વ્યવસ્થા કરી લેવાઇ હતી પુલવામાં હુમલાના દોઢ મહીના પછી થયેલા એન્કાઉન્ટરમાં મસુદ અઝહરનો ભત્રીજાે ઠાર મરાયો હતો. એનઆઇએ દ્વારા સ્પેશિયલ કોર્ટમાં ૧૩ હજાર ૫૦૦ પાનાની ચાર્જશીટ ફાઇલ કરાઇ છે. એનઆઇએની ચાર્જશીટમાં સમુદ અઝહર સહિત ૨૦ આરોપીઓના નામ છે આ ચાર્જશીટમાં જૈશનો આતંકી મસુદ અને તેના ભાઇ અબ્દુલ રઇસનું નામ સામેલ છે. આ ઉપરાંત જેશના કેટલાક કમાન્ડરના નામ પણ ચાર્જશીટમાં સામેલ છે. આ કેસમાં અત્યાર સુધી સાત લોકોની ધરપકડ કરી છે એનઆઇએની ટીમની તપાસમાં જાેવા મળ્યુ છે કે હુમલામાં વપરાયેલા ૨૦ કિલો આરડીએકસને પાકિસ્તાનથ લવાયો હતો.અને તેણે ધુષણખોરી કરાવી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.