Western Times News

Gujarati News

નર્સની બેદરકારીથી છ માસની બાળકીનો અંગુઠો કપાયો

ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓ માટે આર્શિવાદરૂપ વી.એસ.હોસ્પિટલમાં રાત્રે બનેલી ઘટના

(પ્રતિનિધિ) અમદાવાદ 05062019: અમદાવાદ શહેર ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે આર્શિવાદરૂપ મ્યુનિ. કોર્પો. સંચાલિત વી.એસ.હોસ્પિટલ ગઈકાલે રાત્રે નર્સની ભુલના કારણે ૬ માસની બાળકીનો અંગુઠો કપાઈ જતાં ભારે હોબાળો મચી ગયો છે આ ઘટનાથી કોર્પોરેશન સત્તાવાળાઓ પણ ચોંકી ઉઠયા છે ઘટનાની જાણ થતાં જ સીનીયર ડોકટરો તાત્કાલિક હોસ્પિટલ પહોંચી ગયા હતા અને બાળકીની સારવાર શરૂ કરી હતી. શરદી અને તાવથી પીડાતી બાળકીને તા.ર૯મીએ દાખલ કરવામાં આવી હતી અને તેને બાટલા ચડાવ્યા બાદ તબીયત સારી થતાં ગઈકાલે રાત્રે તેને રજા આપવાની હતી તે સમયે બાટલાની નીડલ્સ કાઢીને પટ્ટી કાપવા જતાં તેનો અંગુઠો કપાઈ ગયો હતો આ અંગે બાળકીના પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે.

બાટલા ચડાવવા માટે લગાવેલી પટ્ટીઓ કાતરથી કાપતી વખતે અંગુઠો કપાઈ ગયો : સીનીયર ડોકટરોએ તાત્કાલિક બાળકીને આપેલી સારવાર

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં મ્યુનિ. કોર્પો. સંચાલિત હોસ્પિટલોમાં ગરીબ અને મધ્યમવર્ગના લોકોને સારવાર આપવામાં આવે છે અને આ હોસ્પિટલમાં આવા દર્દીઓ માટે આર્શિવાદરૂપ છે ખાસ કરીને શારદાબેન, એલ.જી., અને વી.એસ.હોસ્પિટલમાં રાત દિવસ દર્દીઓનો ભારે ધસારો રહેતો હોય છે મ્યુનિ. કોર્પો. દ્વારા પણ આ હોસ્પિટલોમાં આધુનિક સાધનો વસાવવામાં આવી રહયા છે જેના પરિણામે દર્દીઓને પણ યોગ્ય સારવાર મળી રહે છે

સમગ્ર ઘટનાની તપાસ કરી દોષિત સામે પગલાં ભરાશે : મેયર

વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે સાબરમતી નદીના શુદ્ધિકરણ માટે આજે સવારે રિવરફ્રંટ પર યોજાયેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાર્યક્રમમાં ઉપસ્થિત અમદાવાદ શહેરના મેયર બીજલબેન પટેલે વી.એસ.માં બાળકીનો અંગુઠો કપાવવાની ઘટના અંગે દુઃખ વ્યકત કર્યું છે તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ ઘટના ખુબ જ ગંભીર છે અને તાત્કાલિક અસરથી તેની તપાસનો આદેશ આપી દેવામાં આવ્યો છે તપાસના અંતે દોષિત ઠરનાર તમામની સામે કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવે છે.

પરંતુ ઘણી વખત સ્ટાફની બેદરકારીના કારણે ગંભીર ઘટનાઓ સર્જાતી હોય છે તાજેતરમાં જ વી.એસ.હોસ્પીટલમાં બે યુવતીઓના મૃતદેહ બદલાઈ જતાં ભારે હોબાળો મચ્યો હતો આ ઘટનાની હજી તપાસ ચાલુ છે ત્યાં જ ગઈકાલે રાત્રે વી.એસ.હોસ્પિટલમાં એક ચોંકાવનારી ઘટના ઘટી હતી શહેરના દાણીલીમડા વિસ્તારમાં બોમ્બે હોટલ પાછળ રહેતા મહંમદ મોહસીનભાઈ અને તેમના પત્નિ ફરહાનબાનુની ૬ માસની પુત્રી માહી નુરાને તાવ અને શરદી થતાં જ તેની તબીયત લથડી હતી યોગ્ય સારવાર માટે તેઓ છ માસની બાળકીને લઈને વી.એસ.હોસ્પિટલમાં આવ્યા હતા.

માતા પિતા બાળકીને તા.ર૯મીએ હોસ્પિટલમાં લાવતા જ હોસ્પિટલમાં સ્ટાફ દ્વારા આ બાળકીને તાત્કાલિક બાળકોના વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી અને ત્યાં તેની સારવાર શરૂ કરાઈ હતી બાળકીને તાત્કાલિક બાટલા ચડાવવાની શરૂઆત કરી હતી જેના પરિણામે તેની તબીયતમાં સતત સુધારો થઈ રહયો હતો હોસ્પિટલમાં સારવાર દરમિયાન માહી નુરાની તબીયત એકદમ સ્વસ્થ થઈ જતાં હોસ્પિટલમાં સત્તાવાળાઓ દ્વારા તેને ગઈકાલે રજા આપવાનું પરિવારજનોને જણાવ્યું હતું જેના પરિણામે પરિવારજનોએ પણ તે માટે તૈયારી શરૂ કરી હતી.

બાળકીને રજા આપવાની હોવાથી બાટલાની નીડલ કાઢી પટ્ટી ખોલવાની કામગીરી વોર્ડમાં હાજર નર્સ સોનાલીને સોંપવામાં આવી હતી રાત્રે ૮.૦૦ વાગ્યાની આસપાસ બાળકીને લઈ તેની માતા અને અન્ય લોકો નર્સ પાસે આવ્યા હતા અને નર્સે નીડલ્સ કાઢયા બાદ કાતરથી પટ્ટીઓ કાપવાનું કામ શરૂ કર્યું હતું આ દરમિયાનમાં અચાનક જ નર્સની બેદરકારીના કારણે કાતરની વચ્ચે અંગુઠો આવી જતા અંગુઠો કપાઈ ગયો હતો જેના પરિણામે છ માસની બાળકીના હાથમાંથી લોહી વહેવા લાગ્યું હતું

આ દ્રશ્ય જાઈ પરિવારજનો ગભરાઈ ગયા હતાં બીજીબાજુ નર્સે તાત્કાલિક આ અંગેની જાણ તેમના સીનીયર ડોકટરોને કરતા ડોકટરો પણ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી તાત્કાલિક દોડી આવ્યા હતાં નર્સની બેદરકારીના કારણે અંગુઠો કપાઈ જતાં બાળકીના પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો બીજીબાજુ વોર્ડમાં દોડી આવેલા સીનીયર ડોકટરોએ તાત્કાલિક બાળકીની સારવાર શરૂ કરી હતી અને પાટો બાંધી આપ્યો હતો. અંગુઠો કપાઈ જવાના કારણે બાળકીની હાલત પણ પ્રારંભમાં ગંભીર બની ગઈ હતી પરંતુ સીનીયર તબીબોએ સારવાર આપતા બાળકી સ્વસ્થ બની હતી કપાયેલો અંગુઠો પાછો જાડાશે કે નહી તે અંગે હજુ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

સર્જરી પણ કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે આ ઘટનાને લઈ રાતભર હોસ્પિટલમાં ભારે હોબાળો મચેલો હતો. બાળકીને રજા આપવાના બદલે ફરી વખત સારવાર આપવી પડી છે અને હાલમાં આ બાળકી વી.એસ.માં જ સારવાર હેઠળ છે. આ ઘટનાથી ચોંકી ઉઠેલા  વી.એસ.હોસ્પિટલમાં સત્તાવાળાઓએ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી બાળકીને વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ કરી હોવાનું જાણવા મળે છે જાકે વી.એસ.ના સંકુલમાં બનાવવામાં આવેલી એસ.વી.પી. હોસ્પિટલમાં આ બાળકીને વધુ સારવાર માટે ખસેડાય તેવુ મનાઈ રહયું છે. જાકે આ અંગે બપોર સુધીમાં નિર્ણય લેવામાં આવશે આ ઘટનાથી બાળકીના પરિવારજનો ખૂબ જ દુઃખી થઈ ગયા છે અને બેદરકારી દાખવનાર નર્સની સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા એલીસબ્રીજ પોલીસે આ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.