Western Times News

Gujarati News

એક્સિસ AMCએ વ્હોટ્સએપ પર વિવિધ સેવાઓ પૂરી પાડી; રોકાણલક્ષી વ્યવહારોની સુવિધા આપી

 મુંબઈ: ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરતા ગ્રાહકની સતત બદલાતી જરૂરિયાતો પૂર્ણ કરવા ભારતની સૌથી વધુ ઝડપથી વિકસતા મ્યુચ્યુઅલ ફંડ હાઉસ પૈકીના એક એક્સિસ એસેટ મેનેજમેન્ટ કંપનીએ વ્હોટ્સએપ પર એની વિવિધ સેવાઓ પૂરી પાડી છે, જેનો લાભ દિવસમાં કોઈ પણ સમયે લઈ શકાશે. મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે, વ્હોટ્સએપ પર એની સુવિધાઓમાંથી એક મોટી સુવિધા એ છે કે, આ સુવિધા રોકાણકારને વ્હોટ્સએપ પ્લેટફોર્મ પર મ્યુચ્યુઅલ ફંડ વ્યવહારો હાથ ધરવા સક્ષમ બનાવે છે.

રોકાણકારોને એક્સિસ AMCનો વ્હોટ્સએપ નંબર 7506771113 સેવ કરવાની અને કન્વર્સેશન શરૂ કરવા પોતાના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી સિમ્પલ ‘Hi’ લખીને મોકલવાની જરૂર છે. રોકાણકારો SIPs કે લમ્પસમ રકમ દ્વારા એક્સિસ AMCની કોઈ પણ યોજનામાં રોકાણ કરવા વ્હોટ્સએપનો ઉપયોગ કરી શકે છે. રજિસ્ટર્ડ રોકાણકારો રસ હોય એ યોજના વિશે વધારે જાણકારી પણ મેળવી શકે છે. સંપૂર્ણ પ્રક્રિયા થોડી મિનિટમાં થઈ શકશે, જેથી ગ્રાહકોને અતિ કિંમત સમય અને પ્રયાસ બચે છે. કન્ફર્મેશન મેસેજ રોકાણકારોને તાત્કાલિક આપવામાં આવશે. એક્સિસ AMC દ્વારા નવી પ્રસ્તુત સેવાઓ શક્ય એટલી એકીકૃત રીતે ગ્રાહકને શ્રેષ્ઠ રીતે આપવા એમના પ્રયાસોને અનુરૂપ છે.

ઉપરાંત એક્સિસ AMC દ્વારા ઓફર થતી વ્હોટ્સએપ ચેટબોટ સેવાઓ ગ્રાહકોને તેમણે રોકાણ કરેલા ફંડની NAV (નેટ એસેટ વેલ્યુ) ચકાસવા સક્ષમ બનાવવાની સાથે પોર્ટફોલિયો વેલ્યુએશન પણ જણાવશે. રોકાણકારો ગણતરીની સેકન્ડમાં તેમના રજિસ્ટર્ડ ઇમેલ આઇડી પર એકાઉન્ટ સ્ટેટમેન્ટ તથા તેમની SIPs (સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) અને એક્સિસ AMC સાથે વ્યક્તિગત ખરીદી/રિડેમ્પ્શન વ્યવહારોના સ્ટેટ્સ ચકાસવા પણ રિક્વેસ્ટનો વધારાનો લાભ મેળવે છે.

વ્હોટ્સએપ ફીચર ગ્રાહકોને ફંડ હાઉસમાં ફરિયાદ કરવા કે પૂછપરછની સુવિધા આપે છે. આ ફીચર પૂછપરછ કે ફરિયાદ પર કામ કરવા સર્વિસિંગ ટીમ માટે બેક-એન્ડમાં સંકલિત CRM સાથે સપોર્ટેડ હોવાથી ગ્રાહકો તેમની ક્વેરીઓ માટે રિયલ-ટાઇમ રિસોલ્યુશનની અપેક્ષા રાખી શકે છે.

એક્સિસ AMCના એમડી અને સીઇઓ શ્રી ચંદ્રેશ કુમાર નિગમે કહ્યું હતું કે, “આપણે જે દુનિયામાં જીવીએ છીએ એમાં સુવિધા અને સરળ સુલભતા વાસ્તવિકતા છે. તાજેતરમાં ફેલાયેલા રોગચાળામાં સેવાઓમાંથી ગ્રાહકની અપેક્ષાઓ ઘણી બદલાઈ છે. વ્હોટ્સએપ સૌથી વધુ ઉપયોગ થતી એપ્લિકેશન પૈકીની એક હોવાથી આ પ્લેટફોર્મ પર અમારી સેવાઓ સુનિશ્ચિત કરશે કે, અમે શક્ય શ્રેષ્ઠ રીતે ગ્રાહક સાથે જોડાયેલા રહીશું.”

એક્સિસ AMC વિશેઃ એક્સિસ AMC ભારતની સૌથી વધુ ઝડપથી વૃદ્ધિ પામતા એસેટ મેનેજર પૈકીની એક છે, જે મ્યુચ્યુઅલ ફંડ, પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસ અને વૈકલ્પિક રોકાણોમાં એસેટ મેનેજમેન્ટ પ્રોડક્ટ્સનો વિસ્તૃત પોર્ટફોલિયો ધરાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.