Western Times News

Gujarati News

શિણાવાડના 17 વર્ષીય આશાસ્પદ યુવાનનું વીજ કરંટ લાગતા અકાળે અવસાન

પોતાના ઘરે જ પ્લગમાંથી કરંટનો ઝટકો લાગતા પટકાઈ પડતા માથાના ભાગે જીવલેણ ઇજાથી ઘટના સ્થળે જ મોત

મોડાસા: અરવલ્લી જિલ્લામાં મોડાસા તાલુકાના શિણાવાડ ગામે સત્તર વર્ષીય આશાસ્પદ યુવાનનું વીજ કરંટ લાગતા તેનું અકાળે  અવસાન થતાં ગામ અને આસપાસના વિસ્તારોમાં ભારે શોકની કાલીમા છવાઈ ગઈ છે.  હજુ આ વર્ષે જ શિણાવાડનો નયનકુમાર મુકેશભાઇ પટેલ એસ.એસ.સી.પરીક્ષામાં ઉંચા ગુણથી  ઉત્તીર્ણ થતા ડિપ્લોમા મિકેનિકલમાં પ્રવેશ માટેની પ્રક્રિયા ચાલુ હતી દરમિયાન

કોરોના વાયરસના સંક્રમણને લઈ શાળા-કોલેજો બંધ હોઈ અને હજુ નવું સત્ર ચાલુ થયું ન હોય એ પોતાના ઘરે રહી નવા બની રહેલા મકાનમાં મદદરૂપ થઇ રહ્યો હતો ત્યાં ઘર આગળના સ્વીચ બોર્ડ માં  પ્લગમાં વાયર નાખતા વેળાએ એકાએક વીજ કરંટનો જીવલેણ ઝટકો આવતા એ નીચે આરસીસીની ફરસ ઉપર પટકાઈ પડતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.  આ  આશા સ્પદ નવ યુવાનના અકાળે દુઃખદ અવસાનથી    શિણાવાડ તેમજ આજુબાજુના ગામોમાં શોક ની લાગણી વ્યાપી ગઇ છે!!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.