Western Times News

Gujarati News

૪૦૦૦થી વધુ ભાડૂઆતો કાયદેસર માલિક બનશે

રાજકોટ: અમદાવાદઃ રાજ્ય સરકારે અમદાવાદ મહાનગર પાલિકાની સાડા ચાર દાયકા જૂની ભાડા પટ્ટાની સમસ્યાનો ઉકેલ લાવી દીધો છે. રાજ્ય સરકારના ર્નિણય મુજબ, અમદાવાદ મહાનગર પાલિકાના બધા જ ઝોનમાં આવેલી ૪ હજારથી વધુ ભાડા પટ્ટાની મિલકતોના ભાડૂઆતો હવે કાયદેસરના માલિક બનશે.

રૂપાણી સરકારે ભાડા પટ્ટાની મિલકતોના નિરાશ્રિતોને છૂટક જમીનોના કાયદેસરના લાંબા ગાળાના માલિકી હક ભાડા પટ્ટે આપવાનો ર્નિણય કર્યો છે. રૂપાણી સરકારના આ ર્નિણયથી છેલ્લા ૪૫ વર્ષથી અનિર્ણિત રહેલી ભાડા પટ્ટાની સમસ્યા ઉકેલાઈ ગઈ છે. રાજ્ય સરકારના આ ર્નિણયથી અમદાવાદના ૪૦૦૦થી વધુ ભાડા પટ્ટાની દુકાનો, ગોડાઉનો, જમીનો, નિર્વાસિતોની મિલકતોના ભાડૂઆતો હવે કાયદેસર માલિક બનશે. ભાડા પટ્ટાનો પ્રશ્ન છેલ્લા ૪૫ વર્ષથી વણઉકલ્યો હતો. તેના કારણે આ જગ્યાઓ કોઈના કબજામાં કે અસામાજિક તત્વોના હાથ નીચે હોવાથી ઘણા લોકો પીડિત હતા. જેમને હવે રાહત મળશે. ભાડા પટ્ટાની આ જમીનો અંગે હવે કોર્પોરેશન વિસ્તૃત નીતિ બનાવી અમલમાં મૂકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.