Western Times News

Gujarati News

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું નિધન

નવી દિલ્હી, ફેફસામાં ઈન્ફેક્શનના કારણે સોમવારે ફરી એડ્મિટ કરાયા હતા. સાંજે અંતિમ શ્વાસ લીધા. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું નિધન થયું હતું. છેલ્લા કેટલાંક સમયથી નાદુરસ્ત તબિયતને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી કોમામાં સરી પડ્યા

પ્રણવ મુખરજી ૧૯૯૧ માં પી.વી. નરસિંહરાવની સરકારમાં યોજના આયોગના વડા બન્યા હતા. ૧૯૯૫ માં રાવે પ્રણવ મુખર્જીને દેશના વિદેશ પ્રધાન તરીકે નિયુક્ત કર્યા. રાજીવ ગાંધીની હત્યા પછી કોંગ્રેસના ખરાબ દિવસોમાં પ્રણવ મુખર્જી સોનિયા ગાંધીની નજીક ગયા અને ૧૯૯૮ માં તેમણે સોનિયા ગાંધીને અધ્યક્ષ બનાવવા માટે ભૂમિકા નિભાવી હતી.
૨૦૦૪ ની લોકસભાની ચૂંટણીમાં તેઓ પ્રથમ વખત લોકસભા માટે ચૂંટાયા હતા. વિદેશી મૂળના હોવાના આક્ષેપોથી ઘેરાયેલા સોનિયા ગાંધીએ જાહેરાત કરી હતી કે તેઓ વડા પ્રધાન નહીં બને. આ પછી, તેમણે મનમોહન સિંહને વડા પ્રધાન પદ માટે પસંદ કર્યા, પ્રણવ મુખર્જીને પણ બીજી તક મળી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.