Western Times News

Gujarati News

સરકારને એરલાઇન્સ અને એરપોર્ટ ચલાવવા જાેઇએ નહીં: હરદીપસિંહ પુરી

નવીદિલ્હી, સરકારે હવાઇ મથકો અને એરલાઇન્સ ચલાવવી જાેઇએ નહીં આ કહેવુ છે નરેન્દ્ર મોદી સરકારના નાગરિક ઉડયન મંત્રી હરદીપ સિંહ પુરીનું.પુરીએ કહ્યું કે તેમને આશા છે કે એર ઇન્ડિયાના ખાનગી કરણની પ્રક્રિયા ૨૦૨૦માં થઇ જશે. પુરીએ વીડિયોના માધ્યમથી એક બેઠકમાં કહ્યું કે એર ઇન્ડિયા એક સંપત્તિ રહી છે અને તેના ખુબ સારો રેકોર્ડ છે ખુબ જ પ્રશિક્ષિત ધંધાદારી લોકો છે પરંતુ સરકારને હવાઇ મથક અને એરલાઇન્સને ચલાવવી જાેઇએ નહીં અમારા સરકારી નિયમોને વ્યવસાયિક સંસ્થાઓ પર લાગુ કરવા જાેઇએ.

તેમણે કહ્યું કે આપણે તેનું ખાનગીકરણ કરવું જાેઇએ મને આશા છે કે અમે આ વર્ષ તેના ખાનગીકરણની પ્રક્રિયાને પુરી કરી લેવામાં આવશે. આ મહીનાની શરૂઆતમાં કેન્દ્ર સરકારને કોરોનો વાયરસ મહામારીના કારણે વર્તમાન સ્થિતિને જાેતા એર ઇન્ડિયાના પ્રસ્તાવિત રણનીતિક વિનિવેશ માટે સમય સીમાને બે મહીના માટે વધારી ૩૦ ઓકટોબર સુધી કરી દીધા હતાં. ૨૫ જુન ૨૦૨૦ના રોજ જારી કરવામાં આવેલ સાતમા કોરિગેંડમ અનુસાર અંતિમ તારીખ ૩૧ ઓગષ્ટને સાંજના પાંચ વાગ્યા સુધી હતી સરકારે એર ઇન્ડિયાથી પોતાના હિસ્સાને વિભાજીત કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે અને યોગ્ય બોલીદાતાઓની તલાશ કરી રહી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.