Western Times News

Gujarati News

પ્રાંતિજમાં હર્ષોલ્લાસ પૂર્વક ગણેશજીનું વિસર્જન કરાયું 

 અગલે બરસ તુ જલ્લી આના સાથે વિધ્નહર્તા ની દશ દિવસ ના સ્થાપણ બાદ વિદાય .
 ગણેશ ભક્તો દ્વારા ધર આગળ વિસર્જન કરવામાં આવ્યું .

 ઢોલ નગારા સાથે ધર આગળ વાજતેગાજતે દાદા ને વિદાય અપાઈ

પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં વિધ્નહર્તા દુંધાળા દેવ ગણપતિ દાદાની દશ દિવસ ના સ્થાપણ બાદ આજે વાજતેગાજતે વિસર્જન કરવામાં આવ્યું હતું તો આ વર્ષે કોરોના ના ગ્રહણ ને લઈને ભકતો દ્વારા ધર આગળ વિસર્જન કર્યું હતું  .

કોરોના ના કહેર વચ્ચે આ વર્ષે ગણેશ ભક્તો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન ગણેશજી ની મૂર્તિ નું સ્થાપન કરવામાં આવ્યું હતું તો સ્થાપના બાદ સવાર સાંજ દશ દિવસ પૂર્જા અર્ચના બાદ પ્રાંતિજ સહિત તાલુકામાં ગણેશ ભક્તો દ્વારા વિધ્નહર્તા નું વાજતેગાજતે પોતાના ધર આગળ જ વિસર્જન કરવામાં આવ્યું હતું

જેમાં પ્રાંતિજ લાલ દરવાજા ખાતે રહેતા અલ્પેશ ભાઇ  જશુભાઈ નાયક ના  ધરે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ પોતાના ધરે વિધ્નહર્તા દુંધાળા દેવ ગણપતિ દાદાની ઇકો ફેન્ડલી માટી ની મૂર્તિ નું સ્થાપન કર્યુ હતું અને દશ દિવસ પૂર્જા અર્ચના બાદ આજે પોતાના ધર આગળ વાજતેગાજતે ગરબા ના તાલે અગલે-બરસ તું જલ્લી આના સાથે વિદાય અપાઈ હતી તો આજુબાજુ માં રહેતા ગણેશ ભકતો પણ દાદા ને વિદાય આપવા માટે ઉપસ્થિત રહ્યા હતાં   સંજય રાવલ પ્રાંતિજ .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.