Western Times News

Gujarati News

ચંદ્રાયાન-2ની ભવ્ય સફળતામાં ગોદરેજનું મહત્ત્વપૂર્ણ પ્રદાન

મુંબઈ, 22 જુલાઈ, 2019: ગોદરેજ એન્ડ બૉય્સનો બિઝનેસ ગોદરેજ એરોસ્પેસે આજે જાહેરાત કરી હતી કે, તેમણે ઇસરોનાં અત્યાર સુધીનાં સૌથી જટિલ અભિયાન ચંદ્રાયાન-2ને લોંચ કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ચંદ્ર પર સંશોધન માટે ભારતનાં બીજા અભિયાન ચંદ્રાયાન-2ને શ્રીહરિકોટામાંથી જીયોસીન્ક્રોનસ સેટેલાઇટ લોંચ વ્હિકલ Mk III (GSLV Mk III)નો ઉપયોગ કરીને છોડવામાં આવ્યું હતું અને આ ચંદ્રનાં દક્ષિણ ધ્રુવની નજીક સપ્ટેમ્બર, 2019નાં પ્રથમ અઠવાડિયામાં ઉતરશે એવી અપેક્ષા છે, જે અત્યાર સુધી વણખેડાયેલો વિસ્તાર છે.

આ અભિયાનમાં ત્રણ ઘટકો છે – ઓર્બિટર, લેન્ડર અને રોવર તથા કુલ મોડ્યુલનું વજન 3.8 ટન છે, જે 17 પુરુષ રૉયલ બેંગાલ ટાઇગર્સનાં વજનને સમકક્ષ છે. ચંદ્રાયાન-2 ચંદ્રનાં દક્ષિણ ધ્રુવનાં વિસ્તાર પર સોફ્ટ લેન્ડિંગ કરનાર પ્રથમ અંતરિક્ષ અભિયાન છે. આ માટેની ટેકનોલોજી સંપૂર્ણપણે સ્વદેશી છે, જે દુનિયાનાં અન્ય કોઈ પણ દેશની ઉપયોગમાં લેવાઈ નથી. અત્યાર સુધી દુનિયાનાં કોઈ દેશે ચંદ્રનાં દક્ષિણ ધ્રુવનો અભ્યાસ કરવા માટે પ્રયાસ કર્યો નથી. ગોદરેજનાં અભિયાનમાં પ્રદાનમાં GSLV Mk III લોંચર માટે L110 એન્જિન અને CE20 એન્જિન, ઓર્બિટર અને લેન્ડર માટે થ્રસ્ટર્સ તથા ડીએસએન એન્ટેના માટે ઘટકો જેવા મહત્ત્વપૂર્ણ ઉપકરણ સામેલ છે.

આ પ્રસંગે ઇસરોનાં ચેરમેન કે સિવાને કહ્યું હતું કે, GSLV Mk III વૈજ્ઞાનિક પ્રયોગો હાથ ધ રવા અને વણખેડાયેલા વિસ્તારમાં સંશોધન કરવા ચંદ્રાયાન-2 સફળતાપૂર્વક પ્રક્ષેપિત થયું છે. આનો સંપૂર્ણ શ્રેય ઇસરોની ટીમને જાય છે, જેમણે આ અભિયાનને સફળ બનાવવા આકરી મહેનત કરી છે. અમે ઇસરોની સંપૂર્ણ ટીમ, ક્વોલિટી ટીમ અને ઉદ્યોગોને અભિનંદન આપીએ છીએ, જેમણે આ વિશાળ કામગીરીને પાર પાડવામાં પ્રદાન કર્યું છે.

આ સફળતા પર ગોદરેજ એન્ડ બૉય્સનાં ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર જમશેદ ગોદરેજે કહ્યું હતું કે, અમને ઇસરો અને સંપૂર્ણ ટીમને અભિનંદન આપીશું, જે ચંદ્રાયાન 2નાં સફળ લોંચિંગમાં સંકળાયેલા હતાં.

મને એ જણાવતાં વિશેષ ખુશી થાય છે કે, રોકેટનાં તમામ મંચોની ડિઝાઇન અને એનું ઉત્પાદન ભારતમાં થયું હતું. અમને ગોદરેજ એન્ડ બૉય્સમાં ઇસરોનાં અત્યાર સુધીનાં સૌથી જટિલ અભિયાનમાં પ્રદાન કરવા પર ગર્વ છે. ઇસરો સાથે અમારું જોડાણ ઘણાં દાયકાઓથી ચાલુ છે અને અમે આગામી ઘણાં દાયકાઓ સુધી પાર્ટનરશિપ જાળવી રાખવા માટે આતુર છીએ.

ગોદરેજ એરોસ્પેસનાં એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ અને બિઝનેસ હેડ એસ એમ વૈદ્યે કહ્યું હતું કે, અમને ભારતનાં ચંદ્ર માટેનાં બીજા અભિયાન સાથે જોડાવાની ખુશી છે. સંપૂર્ણપણે સ્વદેશી ટેકનોલોજી સાથે અપર ક્રાયોજેનિક સ્ટેજનાં વિકાસ માટે ઇસરોને વિશેષ અભિનંદન. આ ભારત માટે મહત્ત્વપૂર્ણ ક્ષણ છે તથા ગોદરેજ એરોસ્પેસ દેશની સોનેરી ઐતિહાસિક ક્ષણ અને અંતરિક્ષ ટેકનોલોજીમાં સ્વનિર્ભર બનવા તરફની સફરમાં આગળ વધવામાં પ્રદાન કરવામાં ગર્વ અનુભવે છે.

અત્યારે આપણાં રોજિંદા જીવનની ચીજવસ્તુઓ માટે ગોદરેજ પર્યાય છે, જેણે વિજ્ઞાન અને ટેકનોલોજીનાં ક્ષેત્રમાં કેટલીક અભૂતપૂર્વ સફળતા સાથે નવી ઊંચાઈ હાંસલ કરી છે.

ગોદરેજ એરોસ્પેસ વર્ષ 1985થી ગોદરેજ સાથે સંકળાયેલી છે, જે તેમની સાથે પીએસએલવી અને જીએસએલવી રોકેટ માટે લિક્વિડ પ્રોપલ્સન એન્જિન, સેટેલાઇટ માટે થ્રસ્ટર્સ અને એન્ટેના સિસ્ટમ જેવી જટિલ સિસ્ટમ પર કામ કરે છે. કંપની પ્રતિષ્ઠિત ચંદ્રાયાન 1(2018) અને મંગલયાન અભિયાન (2014) સાથે પણ સંકળાયેલી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.