Western Times News

Gujarati News

સુશાંતનો કેસ ઈન્ડસ્ટ્રી માટે સબક : કોમેડિયન ક્રિષ્ના

મુંબઈ: આજે પણ જ્યારે ફેન્સ સુશાંત સિંહ રાજપૂતનો હસતો ચહેરો જુએ ત્યારે તેમને વિશ્વાસ નથી થતો કે આ યુવા એક્ટર હવે આપણી વચ્ચે નથી રહ્યો. આવામાં સુશાંતના કેસના મૂળ સુધી પહોંચવા માટે સીબીઆઈ, ઈડી અને એનસીબી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

આવામાં સુશાંત ઈન્ડસ્ટ્રી ફ્રેન્ડ્‌સ પણ ઈચ્છે કે આ કેસમાં ગુનેગારોને સજા મળે. એક્ટર અને કોમેડિયન ક્રિષ્ના અભિષેકએ પણ સુશાંતના કેસને વેક-અપ કૉલ ગણાવ્યો છે. ક્રિષ્નાનું માનવું છે કે ઈન્ડસ્ટ્રીની ચમક-ધમકની સાથે તેમાં રહેલી ખામીઓ પર પણ ધ્યાન કેન્દ્રીત કરવા જેવું છે.

સુશાંતના મૃત્યુનું કારણ ડિપ્રેશન હોવાનું અગાઉ જણાવાયું હતું પરંતુ તેમાં કેટલાક મુદ્દોઓને ધ્યાનમાં રાખીને સીબીઆઈ દ્વારા તપાસની માગણી કરાઈ હતી અને હાલ આ કેસમાં તપાસ ચાલી રહી છે. આ ઘટના અંગે ક્રિષ્ના કહે છે, આ ઘટનાએ સાબિત કર્યું છે કે માનસિક સ્વાસ્થ્ય એ જ છે જે સૌથી વધુ જરુરી છે. નહીં તો કામ કઈ રીતે કરશો? સુશાંતના નિધન બાદ લોકો આ મુદ્દે સંભાળ રાખી રહ્યા છે.

લોકો વધારે સતર્ક થઈ રહ્યા છે, તેઓ શાંત થઈ ગયા છે. પેલા તેઓ ખરાબ વ્યવહાર કરતા હતા અને તેમની એટિટ્યુડ બતાવવાની સમસ્યા હતી. તેઓ પહેલા વિચારતા હતા કે પોતે જ દુનિયામાં છે, હવે તેઓ ડાઉન ટૂ અર્થ થઈ ગયા છે.

ઈન્ડસ્ટ્રીના કેટલાક લોકો બહુ જ ઉડી રહ્યા હતા, હવે તેઓ શાંત થઈ ગયા છે. નકારાત્મકતા વિશે વાત કરીને ક્રિષ્નાએ કહ્યું કે, લોકો એટલી બધી નેગેટિવિટી ફેલાવે છે કે જેનો સામનો સ્ટાર્સે કરવો પડે છે, અને પછી એક વ્યક્તિ પાગલ થઈ જશે અને કડક પગલું ભરશે. સોશિયલ મીડિયા છોડવું સારું છે.

રણબીર કપૂર ક્યારેય સોશિયલ મીડિયા પર નથી આવ્યા. જો તમે સંભાળી નથી શકતા તો તેના પર આવવું જ ના જોઈએ. બોલીવુડ અને એન્ટર્ટેન્મેન્ટ સેક્ટર સાથે સંકળાયેલા લગભગ તમામ લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. આવામાં તેઓ પોતાના ફોટોગ્રાફ્સ અને કામની વાત કરવાની સાથે વિવિધ મુદ્દાઓ પર પોતાની રજૂઆત પણ કરતા રહે છે. આવામાં ઘણી વખત સ્ટાર્સ સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ થતા રહે છે. આ વિષયમાં ક્રિષ્ના કહે છે કે, પોતે માત્ર પોતાના કામને લગતી પોસ્ટ કરે છે અને તેનો અંગત બાબતો માટે ઉપયોગ નથી કરતો. ક્રિષ્ના કહે છે કે, તમે તમારા જીવનની તમામ બાબતો જેવી કે તમે લૂમાં ગયા હતા અને દાંતને બ્રશ કર્યું તો લોકો તમને ગાળો જ દેવાના છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.