Western Times News

Gujarati News

દિનેશ કાર્તિકની પત્ની દેશની સૌથી મોટી સ્કવોશ ખેલાડી

નવી દિલ્હી: પ્રથમ પત્ની સાથે છૂટાછેડા પછી કોલકાતા નાઇટ રાઇડર્સના કેપ્ટન દિનેશ કાર્તિકે દેશની દિગ્ગજ સ્કવોશ ખેલાડી દીપિકા પલ્લિકલ સાથે લગ્ન કર્યા હતા. બંને ૨૦૧૫માં લગ્નના બંધનમાં બંધાયા હતા. ૨૦૦૬માં પ્રોફેશનલ સ્કવોશમાં પગ મુકનારી ૨૮ વર્ષની દીપિકાના નામે કોમનવેલ્થમાં એક ગોલ્ડ અને બે સિલ્વર મેડલ, એશિયન ગેમ્સમાં એક સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ છે.

દીપિકા વર્લ્‌ડ વિમેન્સ સ્કવોશ રેન્કિંગમાં ટોપ-૧૦માં સ્થાન મેળવનાર પ્રથમ ભારતીય ખેલાડી છે. તેણે ડિસેમ્બર ૨૦૧૨માં આ સિદ્ધિ મેળવી હતી. દિનેશ કાર્તિક અને દીપિકા પલ્લિકલ વિશે કહેવામાં આવે છે કે બંનેની મુલાકાત એક જિમમાં થઈ હતી. દિનેશે પ્રથમ વખત જ મેસેજ કરીને દીપિકાને સીધા ડિનર માટે પૂછ્યું હતું. જોકે શરૂમાં તો તેણે દિનેશ કાર્તિકને ઘણો ટાળવાનો પ્રયત્ન કર્યો હતો.

ટીમ ઇન્ડિયાના સ્ટાર વિકેટકીપર બેટ્‌સમેન દિનેશ કાર્તિકે દીપિકાને પ્રપોઝ તો કર્યું હતું પણ દીપિકાની માતા આ લગ્ન માટે રાજી ન હતા. કારણ કે બંનેનો ધર્મ અલગ હતો અને ઉપરથી દિનેશ કાર્તિકના એક લગ્ન પહેલા થઈ ગયા હતા. જોકે પછી પરિવાર માની ગયો હતો. દીપિકા વિશે કહેવામાં આવે છે કે તે ક્રિકેટર્સને નફરત કરતી હતી કારણ કે બાકી રમતોના ખેલાડીઓને તેમની બરાબર સન્માન આપવામાં આવતું ન હતું. ઘણા ઓછા લોકો જાણે છે કે દિનેશ કાર્તિકના સાસુ સુશાન પલ્લિકલ પણ ઇન્ટરનેશનલ ક્રિકેટર રહી ચૂક્યા છે. તે ૭ ટેસ્ટ અને બે વન-ડે મેચ રમ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.