Western Times News

Gujarati News

છોત્તેર હજારનો વિદેશી દારૂ ભરેલી ગાડી સાથે બે શખ્સોને દબોચતી બાયડ પોલીસ

અરવલ્લી જીલ્લાની બાયડ પોલીસે બાયડ – ગાબટ રોડ પરથી એક વિદેશી દારૂ ભરેલી ગાડી પકડ્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે.    વધુમાં પ્રાપ્ત માહિતી મુજબ, બાયડ પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેકટર એન. જી. ગોહિલ અને તેમની ટીમ બાયડ પોલીસ મથક વિસ્તારમાં પ્રોહી ડ્રાઈવમાં હતા ત્યારે, તેઓને બાતમી મળેલ કે ઉદેપુર રાજસ્થાનથી એક ગાડી વિદેશી દારૂ ભરી ગાબટ થઈ બાયડ તરફ આવી રહી છે.

જેથી બાયડ ગાબટ રોડ પર અદાના છાપરાં પાસે આવી રહેલી ટાટા એરીઆ ગાડી નંબર. જી જે. ૧૬.એપી.૩૯૫૪. રોકી તેમાં બેસેલા ડ્રાઇવર અને સાથે બેસેલા બીજા શખ્સને પકડી પાડી ગાડીમાં તપાસ કરતાં ડીકીની અંદરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો નંગ. ૯૪. જેની કિંમત રૂપિયા ૭૬,૭૧૦/- નો વિદેશી દારૂ વિદેશી દારૂ તથા ગાડી, મોબાઈલ તથા રોકડ રકમ મળી કુલ મુદ્દામાલ રૂપિયા ૫,૮૩,૦૧૦/- નો કબજે લઈ પકડાયેલા બે આરોપીઓ સામે પ્રોહી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દિલીપ પુરોહિતબાયડ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.