Western Times News

Gujarati News

રીલીફ રોડ પર પોલીસ આડેધડ દંડ વસુલતી હોવાની બૂમ

Files Photo

લીલાભેગુ સુકુ બળે ત્યારે..

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન છે તેમાં પણ શહેરી વિસ્તારમાં રીલીફ રોડ તો સતત ટ્રાફિકથી ધમધમતો રોડ છે. અહીંયા બજારો-દુકાનો અને ઓફિસો આવેલી છે તેથી વાહનોની અવર-જવર રહે છે. પાર્કિંગ માટેના નિયમો ઘડાયા છે તેમ છતાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન નજરે પડતા ટ્રાફિક પોલીસે તવાઈ બોલાવવાની શરૂઆત કરી દીધી છે.

પરંતુ તેમાં લીલા ભેગુ સુકુ બળી જાય તેમ નિર્દોષ લોકો દંડાઈ રહયા છે. ઉદાહરણ તરીકે કોઈ વાહનચાલક સાઈડમાં પોતાના વાહન પર બેઠેલો હોય અને થોડા સમય પૂરતી રાહ જાેતો હોય તો પણ તેને દંડ ફટકારવામાં આવે છે જયારે પોળોમાં જયાં ઓફિસો આવેલી હોય છે ત્યાં સાઈડમાં ફુટપાથ પર વાહન પાર્ક કરેલુ હોય તો દંડ કરાય છે. પોળની અંદરની તરફ પણ મૂકેલા વાહનોને પાવતી પકડાઈ દેવાય છે તેનાથી સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે એક યુવાન ફોન આવતા રોડની એકદમ સાઈડમાં ઉભો રહીને વાત કરતો હતો

તેમાં તો ત્રણ-ચાર પોલીસના જવાનો તેને ઘેરી વળી સ્કુટરની ચાવી ખેંચી નાંખી અને દંડના રૂ.૭૦૦ લઈ લીધા. આ પ્રકારના વર્તનથી યુવાન ડઘાઈ ગયો હતો પોલીસ ટ્રાફિકના નિયમોનું પાલન થાય તે માટે કડક હાથે કામ કરે તે આવકારદાયક છે પણ તેમાં પણ સામાન્ય સંજાેગોમાં કોઈ થોડા સમય માટે કોઈની રાહ જાેતુ સાઈડમાં ઉભુ હોય તો તેને દંડ ફટકારી દેવા કેટલા અંશે યોગ્ય છે ? પોલીસની કામગીરીથી વહેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો પોલીસની કામગીરી સારી છે પરંતુ નિર્દોષને દંડવુ ન જાેઈએ. આ વિસ્તારની ઓફિસોના લોકો પોતાના વાહન સાઈડમાં પાર્ક નહી કરે તો ક્યાં કરશે !! કારણ કે વર્ષોથી જયારથી પોળો બની છે ત્યારથી પાર્કિંગની કોઈ સુવિધા જ નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.