Western Times News

Gujarati News

ભાદરવી પુનમે શામળાજી મંદિરમાં ભગવાન શામળિયાના દર્શનાર્થે ભક્તોનો ઘોડાપુર ઉમટ્યું 

પ્રતિનિધિ દ્વારા  ભિલોડા:  વિશ્વભરમાં વ્યાપેલ કોરોના વાયરસના મહાસંક્રમણને લઈ તમામ તહેવારો, પર્વોની ઉજવણી ફીક્કી બની રહી છે.ત્યારે છેલ્લા પોણા બસ્સો વર્ષથી યોજાતી અંબાજી પગપાળા યાત્રા આ વર્ષે કોરોના ઈફેકટને લઈ બંધ રહેવા પામી છે.પ્રસિધ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે ઈતિહાસ માં પહેલીવાર ભાદરવી પૂનમે જ મંદિર બંધ રખાયું છે.

જેથી ભક્તોમાં કચવાટની લાગણી પ્રસરી છે. મંદિર ટ્રસ્ટે ઓનલાઈન દર્શનની સુવિધા ઉભી કરતા લાખ્ખો માઈ ભક્તો આજે ઓનલાઈન દર્શન કરી ધન્યતા અનુભવી હતી .જોકે પ્રસિધ્ધ યાત્રાધામ શામળાજી ખાતેનું ભવ્ય ગડાધર વિષ્ણુ મંદિર પુનમે ખુલ્લુ રખાયું હોઈ હજારો ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી હતી મંદિર ટ્રસ્ટ દ્વારા સરકારી ગાઈડ લાઈન અનુસાર શ્રદ્ધાળુઓ માટે  સેનેટાઈઝર, માસ્ક ની સુવિધા ઉપલબદ્ધ કરાવાની સાથે સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરાવવા ભારે જહેમત આદરી હતી ઈટાડી ખાતેના અંબાજી મા જગદંબાના પાવનકારી દર્શનનો હજારો માઈભક્તો લાભ લીધો હતો

ભાદરવા સુદ પુનમનું પર્વ શક્તિની ભક્તિના મહાપર્વ તરીકે મનાવાય છે.પવિત્ર શ્રાવણ માસમાં દેવાધિ  દેવ મહાદેવની વિશેષ પૂજા અર્ચના બાદ ભાદરવા માસના પ્રારંભે દ્વારકાધીશ અવતારી ભગવાન રામદેવજીના નૌરતા,ગણેશ ચર્તુથી થી મંગલકારી દેવ ગણેશજીની સ્થાપના અને પૂનમના દિવસે મા અંબાજીના ભવ્ય મેળાનો વિશેષ મહીમા રહેલો છે.કોરોના ના કાળને લઈ આ વર્ષે તમામ ઉજવણીઓ ફીક્કી રહી છે અને ભક્તોએ શ્રધ્ધાભેર વ્યક્તિગત પૂજા-અર્ચના હાથ ધરી પર્વની ઉજવણીનો લાભ લીધો છે.

આજે ભાદરવી પૂનમ પર્વે શક્તિપીઠ અંબાજીથી લઈ પંથકના શક્તિ મંદિરોમાં મા અંબા જગદંબાની વિશેષ પૂજા અર્ચના હાથ ધરાશે. અરવલ્લી જિલ્લાની લીલીછમ પહાડીઓ વચ્ચે આવેલ પ્રસિધ્ધ યાત્રાધામ શામળાજી મંદિરે આજે પૂનમ પર્વે વિશેષ દર્શન યોજાયા હતા અને પંચ આરતી,રાજભોગ સહિત પૂજા અર્ચના સરકારી ગાઈડ લાઈન મુજબ યોજાનાર હોઈ કાળીયા ઠાકોરના હજારો ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

લી.જીત હરેશભાઈ ત્રિવેદી,ભિલોડા,જી.અરવલ્લી

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.