Western Times News

Gujarati News

કારંજ પોલીસના પીએસઆઈ ઉપર હુમલો : શખ્સે સર્વિસ રીવોલ્વર ખેંચવાનો પ્રયત્ન કર્યો

નાઈટ પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ લાગતાં ત્રણ ઈસમોની તપાસ દરમિયાન બનેલી ઘટના ઝપાઝપી વખતે બે નાસી છુટ્યા : પીએસઆઈના હાથમાં ગંભીર ઈજા

(પ્રતિનિધિ) અમદાવાદ, કેટલાંક સમયથી શહેરમાં પોલીસ ઉપર હુમલો કરવાની ઘટનાઓ વધી છે જેમાં વધુ એકનો ઉમેરો થયો છે. નાઈટ પેટ્રોલિંગમાં રહેલા કારંજ પોલીસના પીએસઆઈએ શંકાને આધારે એક શખ્સની તપાસ કરતાં તેણે ઉશ્કેરાઈને તેમની રીવોલ્વર ખેંચવાનો પ્રયત્ન કર્યો હતો બાદમાં ઝપાઝપી કરીને પીએસઆઈના હાથે ગંભીર ઈજા પહોંચાડી હતી. આ દ્રશ્ય જાેઈ તેમની ટીમ તથા અન્ય રાહદારીઓ પણ દોડી આવ્યા હતા અને પીએસઆઈને છોડાવ્યા હતા.

આ ઘટનાની વિગત એી છે કે કારંજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ મકરાણી પોતાની ટીમ સાથે મંગળવારે રાત્રે પેટ્રોલિંગ કરી રહયા હતા આશરે પોણા એક વાગ્યે તે ભઠીયાર ગલી, ઝમઝમ હોટેલની સામે પહોંચ્યા ત્યારે એક રીક્ષામાં ત્રણ શંકાસ્પદ ઈસમોને જાેયા હતા જેથી ત્રણેયને રીક્ષામાંથી બહાર કાઢી બે શખ્સોને તપાસ્યા બાદ ત્રીજાને જાેતા તેની પાસેથી લોખંડનો પંચ મળી આવ્યો હતો જેના પગલે પીએસઆઈએ વધુ તપાસ કરતાં અચાનક જ આ ઈસમ ઉશ્કેરાઈ ગયો હતો અને પીએસઆઈ મકરાણી કંઈ સમજે એ પહેલાં જ તેમની સર્વિસ રીવોલ્વર ઝુંટવવાનો પ્રયત્ન કર્યો હતો જેથી તે પોતાની રીવોલ્વર બચાવવા જતાં આ ઈસમે તેમની સાથે ઝપાઝપી કરી હતી એ દરમિયાન બંને નીચે પડતાં આ શખ્સે તેમના જમણા હાથના અંગુઠા ઉપર જાેરદાર બચકું ભર્યું હતું

આ ઘટના જાેઈ પીએસઆઈની ટીમ ઉપરાંત ત્યાં હાજર લોકો પણ દોડી આવ્યા હતા અને પીએસઆઈને છોડાવવા પ્રયત્ન કર્યો હતો. જાેકે તેમને માંડ છોડાવી શક્યા હતા. આ ઘટના અંગે વાત કરતા પીએસઆઈ મકરાણીએ જણાવ્યું હતું કે તેની પાસેથી પંચ મળી આવ્યા બાદ વધુ તપાસ કરતાં હતા એ જ વખતે આ ઘટના બની હતી બાદમાં તપાસ કરતા તે અસલમ અહમદહુસેન અને તે દરબાર પાડા, છાયા પોરબંદરનો રહેવાસી હોવાનું જાણવા મળ્યુ છે. અસલમ અગાઉ ર૦૧પમાં તડીપાર થઈ ચુકયો છે ઘટના બની એ વખતે પણ તે નશાની હાલતમાં હતો.

જયારે અન્ય બે શખ્સો અંગે વાત કરતાં તેમણે ઉમેર્યુ હતું કે અસલમ સાથે ઝપાઝપી થઈ એ ઘટનાનો લાભ લઈ બંને ઈસમો રીક્ષા લઈ સિફતપૂર્વક નીકળી ગયા હતા. જેમાંથી એક રાજા નામનો વ્યક્તિ કાલુપુર ખાતે રહે છે. હાલમાં બંનેની શોધખોળ ચાલુ છે. અસલમ ઉપર અન્ય કોઈ ગુના છે કે કેમ અને તે અહીંયા કેમ આવ્યો હતો એ દિશામાં તપાસ હાથ ધરાશે.

બીજી તરફ પીએસઆઈ ઉપર હુમલો થતાં ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ગયા હતા પોલીસે પીએસઆઈ મકરાણીની ફરીયાદને આધારે અસલમ વિરુધ્ધ કાર્યવાહી શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.