Western Times News

Gujarati News

સરખેજમાંથી અપહરણ કરાયેલા પરીવારને ક્રાઈમબ્રાંચે ગણતરીના કલાકોમાં છોડાવ્યો

ઈડરના શખ્સે પરીવાર સાથે હુમલો કરી પૂર્વ પત્ની તેના પતિ અને એક માસની બાળકીનું અપહરણ કર્યું હતું

(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના મકરબા વિસ્તારમાં એક પરીવાર રાત્રે સુઈ ગયા બાદ મહીલાઓ સહીત આઠ શખ્સોએ તેમની ઉપર હુમલો કર્યો હતો બુમાબુમ થતાં અન્ય કુટુંબીજનો જાગી જતા આ ટોળકીએ પરિવારના વ્યક્તિ તેમની પત્ની તથા એક માસની પુત્રીનું અપહરણ કરી કાર ભગાવી મુકતાં ચકચાર મચી હતી અપહ્યુત વ્યક્તિના ભાઈએ તુરંત પોલીસને જાણ કરતાં ક્રાઈમબ્રાંચ પણ હરકતમાં આવી હતી અને ગણતરીની કલાકોમાં જ ત્રણેય અપહ્યુતને છોડાવી લેવાયા હતા.

આ ઘટનાની વિગત એવી છે કે જગદીશભાઈ ભરથરી તેમના પરીવાર સાથે રતલામ કેફે પાછળ, બંગલા સર્કલ, મકરબા ખાતે કાચા છાપરામાં રહે છે જગદીશભાઈ તથા તેમના પત્ની રેખાબેનના અગાઉ લગ્ન અલગ અલગ વ્યક્તિ સાથે થયા હતા જાેકે બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાથી છુટાછેડા લઈ બંનેએ લગ્ન કરી ઘર સંસાર માંડયો હતો તેમને એક માસની બાળકી પણ હતી.

મંગળવારે રાત્રે જગદીશભાઈ સુઈ ગયા બાદ એક વાગ્યાના સુમારે રેખાબેનનો અગાઉનો પતિ મુડીયો ભરથરી (ઈડર, બનાસકાંઠા) તેના માતા પિતા ભાઈઓ તથા ભાભી સાથે આવ્યો હતો અને જગદીશભાઈના પરીવાર પર હુમલો કર્યો હતો બુમાબુમ થતાં જગદીશભાઈના ભાઈ સુભાષભાઈ સહીત આસપાસના લોકો જાગી જતાં મુડીયાના પરીવારે તેમની ઉપર પણ હુમલો કર્યો હતો બાદમાં જગદીશભાઈ, રેખાબેન તથા તેમની એક માસની બાળકીનું ગાડીમાં અપહરણ કરી ફરાર થઈ ગયા હતા.

સુભાષભાઈએ આ ઘટના અંગે તુરંત પોલીસને જાણ કરતાં સ્થાનિક પોલીસ સહીત ક્રાઈમબ્રાંચ પણ ઘટના સ્થળે પહોચી ગઈ હતી અને સુભાષભાઈની પુછપરછ બાદ ઈડર જવા નીકળ્યા હતા. દરમિયાન ક્રાઈમબ્રાંચના પીએસઆઈ જે.પી રોજીયાની ટીમને અપહરણમાં સામેલ કારની વિગતો મળતા તેના માલિક કૈલાશભાઈ મારવાડી (વિજયનગર સોસાયટી, ઈડર) સુધી પહોંચી હતી જેમાં અપહરણ કર્યા બાદ તમામ ઈડર પરત ફરતા હતા ત્યારે ઈડર રોડ પર વક્તાપુર ગામ નજીક ગાડીનું ટાયર ફાટતાં મોડીયો અને તેનો પરીવાર ત્યાં જ ઉતરી કોઈને ફોન કરતાં એક રીક્ષા અને છકડો આવી ગયા હતા જેમાં બેસીને આઠ શખ્સો અપહ્યુત વ્યક્તિઓને લઈ ઈડર રામેશ્વર તળાવ પાસે આવેલી વસાહતમાં ગયા હોવાનું જાણવા મળ્યું હતું.

જેથી ક્રાઈમબ્રાંચની ટીમ પણ રામેશ્વર તળાવ નજીકની વસાહતમાં પહોચતા મોડીયો તેનો પરિવાર તથા ત્રણેય અપહ્યુત વ્યક્તિ મળી આવ્યા હતા આરોપી સહીત તમામ વ્યક્તિઓને લઈ ક્રાઈમબ્રાંચની ટીમ પરત ફરી હતી અને ગણતરીની કલાકોમાં જ અપહરણનો મામલો ઉકેલી લીધો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.