Western Times News

Gujarati News

શિબાની દાંડેકરે કહ્યું રિયા ચક્રવતીનો ગુનો શું હતો

મુંબઈ: સુશાંત સિંહ રાજપૂત મોત કેસમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે, સીબીઆઈ આ મામલે રિયા ચક્રવર્તી અને તેની સાથે જોડાયેલા લોકોની પૂછપરછ કરી રહ્યું છે. રિયા ચક્રવર્તી પર પણ અત્યાર સુધીમાં ઘણા આરોપો લાગી ચૂક્યા છે. જો કે, એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂ બાદ ટીવી અને બોલિવુડના ઘણા સેલેબ્સ રિયા ચક્રવર્તીના સપોર્ટ બહાર આવ્યા છે. વિદ્યા બાલન, તાપસી પન્નૂ, મિનીષા લાંબા અને અન્ય કેટલીક અભિનેત્રીઓ બાદ હવે રિયાની ખાસ ફ્રેન્ડ શિબાની દાંડેકરે તેનો પક્ષ લીધો છે અને સોશિયલ મીડિયા પર લાંબી પોસ્ટ શેર કરી છે.

વેસ્ટર્ન ટાઈમ્સ ગુજરાતી PDF ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો

જેમાં તેણે જલેબી એક્ટ્રેસ અને તેના પરિવાર સામે લાગેલા આરોપોની ટીકા કરી છે. શિબાનીએ લખ્યું છે કે, ‘હું રિયા ચક્રવર્તીને ત્યારથી ઓળખું છું જ્યારે તે ૧૬ વર્ષની હતી. વાઈબ્રન્ટ, મજબૂત અને બ્રાઈટ સ્પાર્કની જેમ જીવનથી ભરપૂર છેલ્લા કેટલાક મહિનાઓથી હું તેની અને તેના પરિવારની પર્સનાલિટીની ઊંઘી સાઈટ જોઈ રહી છું. તેમણે એટલું કષ્ટ વેઠ્‌યું છે

જેના વિશે કોઈ વિચારી પણ ન શકે. મેં જોયું છે કે, મીડિયા કેવી રીતે વર્તન કરી રહ્યું છે. એક માસૂમ પરિવારને તે હદે ટોર્ચર કરવામાં આવી રહ્યું છે, જ્યાં સુધી તે તૂટી ન જાય. શિબાનીએ આગળ લખ્યું છે કે, ‘તેના આધારભૂત માનવ અધિકાર છીનવી લેવાયા કારણ કે, મીડિયા જ જજ, જ્યૂરી અને જલ્લાદની ભૂમિકામાં છે. અમે જર્નાલિઝમનું મોત અને માનવતાનું આ ભયાનક રૂપ જોયું છે.

તેનો ગુનો શું હતો? તેણે એક છોકરાને પ્રેમ કર્યો અને તેના ખરાબ દિવસોમાં તેની દેખરેખ રાખી. તેની સાથે રહેવા માટે પોતાનું જીવન હોલ્ડ પર મૂકી દીધું. અને જ્યારે તેણે આપઘાત કર્યો તો આપણે શું બની ગયા? મેં પોતે જોયું છે કે તેનાથી તેની માતાની હેલ્થ કેટલી ખરાબ થઈ ગઈ છે. ૨૦ વર્ષ સુધી દેશ સેવા કરનાર તેના પિતા આ બાબતની કેવી અસર થઈ છે, તેના ભાઈને કેટલા જલ્દી મોટા થવું પડ્યું અને કેટલા મજબૂત થવું પડ્યું. તેણે આગળ લખ્યું છે કે,

‘મારી રિયા તું મજબૂત છે અને કોઈની આગળ નમી જાય તેવી નથી. તું જેવી વ્યક્તિ છે અને અને તું જાણે છે કે તું સાચી છે છતાં તું લડાઈ લડી રહી છે. મારા મનમાં તારા માટે પ્રેમ અને આદર છે. તારે આ બધામાંથી પસાર થવું પડી રહ્યું છે તેનાથી મને દુઃખ થઈ રહ્યું છે. મને દુઃખ છે કે ઘણા લોકોએ તને નિરાશ કરી, શંકા કરી, જ્યારે તને સૌથી વધારે જરૂર હતી ત્યારે તારી મદદ ન કરી. મને દુઃખ છે કે તે જીવનમાં મેં સૌથી સારું કામ કર્યું (સુશાંતની દેખરેખ રાખવી) તેણે જ તને જીવનમાં સૌથી ખરાબ અનુભવ આપ્યો. હું હંમેશા તારી સાથે છું’.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.