Western Times News

Gujarati News

અમદાવાદમાં કોરોના હર્ડ-ઈમ્યુનિટી ડેવલપ થઈ નથી

Files Photo

દોઢ મહિનામાં પોઝીટીવીટીમાં ૫.૬૩ ટકાનો વધારો

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ શહેરમાં હજી કોરોનાનો ખતરો સહેજ પણ ઘટ્યો નથી. શહેરમાં હર્ડ ઇમ્યુનિટી ડેવલપ થઈ નથી તેમજ કોરોનાથી સંક્રમિત થયેલા ૪૦ ટકા લોકો એન્ટીબોડીઝ ગુમાવી ચૂક્યા છે. જેના કારણે તેમને ફરીથી કોરોના થઈ શકે છે.

વેસ્ટર્ન ટાઈમ્સ ગુજરાતી PDF ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો

મ્યુનિ.આરોગ્ય વિભાગના વડા ડો.ભાવિન સોલંકીના જણાવ્યા મુજબ જૂન મહિનાના બીજા પખવાડીયા દરમ્યાન શહેરમાં સેરો સર્વેલન્સ સ્ટડી કરવામાં આવ્યો હતો. જેમાં ૩૦ હજાર લોકોને આવરી લઈ કરવામાં આવેલા અભ્યાસમાં ૧૭.૬૧ ટકા પોઝીટીવીટી મળી આવી હતી. લગભગ દોઢ મહિના બાદ વધુ એક વખત સેરો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં દસ હજાર વસ્તીનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો.

મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા કોરોના પ્રતિરોધકની ચકાસણી માટે ૧૦૩૧૦ સીરમ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે પૈકી ૨૩૯૬ પોઝીટીવ મળ્યા હતા. મતલબ કે સેરો-પોઝીટીવીટી ૨૩.૨૪ ટકા થઈ છે. આમ, દોઢ મહિનામાં સેરો પોઝીટીવીટી ૧૭.૬૧ ટકાથી વધીને ૨૩.૨૪ ટકા થઈ છે. જે સરેરાશ ૫.૬૩ ટકા વધારે છે. પુરૂષોમાં સેરો પોઝીટીવીટી ૨૧.૮૧ ટકા અને સ્ત્રીઓમાં ૨૫.૩૭ ટકા હોવાની વિગતો પણ બહાર આવી છે. આરોગ્ય સેવામાં કાર્યરત લોકોમાં સેરો-પોઝીટીવીટી ૨૩.૬૫ ટકા છે. હેલ્થ વર્કરોના ૧૭૦૮ સેમ્પલ લેવામાં આવ્યા હતા.

જે પૈકી ૪૦૪માં સેરો-પોઝીટીવીટી હોવાની વિગત બહાર આવી છે. જે લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે તે પૈકી લગભગ ૪૦ ટકા લોકોમાં એન્ટી બોડીઝનો અભાવ જાેવા મળ્યો છે. કોરોના પોઝીટીવ થયા હોય તેવા ૧૭૮૬ દર્દીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે પૈકી ૧૦૯૧ કેસમાં સેરો-પોઝીટીવીટી હોવાનું માલુમ પડ્યું છે. આમ, સંક્રમિત થઈ ચૂકેલા પૈકી ૪૦ ટકા લોકોમાં સેરો-પોઝીટીવીટીનો અભાવ છે.

કોરોના પોઝીટીવ કેસના સંપર્કમાં આવેલા લોકોના ૩૯૭૩ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે પૈકી ૧૨૬૮ સેમ્પલમાં સેરો-પોઝીટીવીટી ૧૧૭૪ ટકાથી વધીને ૩૩.૧૪ ટકા થઈ છે. ઉત્તર ઝોનમાં સૌથી વધુ ૩૩.૧૪ સેરો-પોઝીટીવીટી મળી છે. જ્યારે મધ્ય ઝોનમાં ૩૧.૬૪ ટકા, પૂર્વ ઝોનમાં ૨૩.૯૬ ટકા, દક્ષિણ ઝોનમાં ૨૩.૯૧ ટકા, પશ્ચિમ ઝોનમાં ૨૦.૮૪ ટકા, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ૧૮.૯૩ ટકા અને ઉત્તર ઝોનમાં ૧૧.૭૪ ટકા છે. અગાઉના અભ્યાસ બાદ દોઢ આવતાં સેરો-પોઝીટીવીટીમાં માત્ર ૫.૬૩ ટકાનો વધારો થયો છે.

આ વધારો “અનલોક” સમયગાળા દરમ્યાન થયો છે. જે ખૂબ જ ઓછો છે. મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા ટેસ્ટની સંખ્યામાં કરવામાં આવેલ વધારાના સારા પરિણામ જાેવા મળી રહ્યાં છે. અમદાવાદમાં હર્ડ-ઇમ્યુનિટી ડેવલપ થઈ નથી. હજુ પણ નવા સંક્રમણનો ખતરો છે. તેવી જ રીતે અગાઉ કોરોનાથી સંક્રમિત થઈ ચૂકેલા લોકો પૈકી લગભગ ૪૦ ટકામાં રોગ પ્રતિરોધક શક્તિનો અભાવ જાેવા મળ્યો છે. જે અંગે વિગતવાર વૈજ્ઞાનિક અભ્યાસની જરૂરિયાત છે તેમ તેમણે વધુમાં જણાવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.