Western Times News

Gujarati News

માણાવદર તાલુકાના પાદરડી ગામે પશુચારો લઇ આવતા ખેડૂત નો પગ લપસ્તા નદીમાં ડૂબ્યા 

માણાવદર તાલુકામાં 60 ઇંચ થી વધુ વરસાદે અનેક ખેતરો મોલાત સાથે નૂકશાની ઉપરથી વેણુડેમ સહિત અનેક ડેમો જુદી જુદી નદીઓ ના પૂર હોનારત ની નુક્શાની થતા હાલ ધણા ગામોમાં હજી ધાસચારની તંગી ઉદભવી છે મોલાત સારી થશે તો જીવન નિર્વાહ કરશું પરતું તે આશા ઠગારી નીવડી છે.હજારો એકર જમીનો મોલાતો ને નુકસાની છે.

પાદરડી ગામે ખેતી કામ તથા પશુપાલન કરી જીવન નિર્વાહ ચલાવતા સંજયભાઈ નાથાભાઈ કેશવાલા (ઉ.વ.38 ) આજે સવારે ગામની નજીક ખેતરેથી પશુઓ માટે પશુ ચારાનો ભારો લઇ સામે કાંઠે ઉભેલ તેમના પત્ની બાળકોને નદી વેણ છે તેમાં થી પશુચારો દેવા આ કાંઠે આવી રહેલ તે દરમિયાન પગ લપશતા નદીમાં પડેલ અને ડૂબી જતા મૃત્યુ પામતા પરિવાર ની નજર સામેજ તણાયા ડૂબ્યા તેથી પરિવાર હતભ્રત થયો હતો.

તેની જાણ ડિઝાસ્ટર ટીમ માણાવદર સ્થાનિક ટીમ ના જાહીર ઠેબા, કુલદિપસિંહ જાડેજા સહિતના એ ડેડબોડી શોધ ખોળ કરી હતી આ બનાવથી નાનકડા ગામમાં શોક ફેલાયો છે. મરણ જનારને દિકરો, દિકરી  પાંચ થી દશ વર્ષના જછે જે બાળકોએ પિતાની છત્ર છાંયા ગુમાવી છે. જીજ્ઞેશ પટેલ માણાવદર


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.