Western Times News

Gujarati News

વડોદરાથી ટ્રેક્ટર ચોરી મોડાસામાં ટ્રેકટર વેચાણ કરવા આવેલ ટોળકી ઝડપાઈ

અરવલ્લી એસલસીબી પોલીસે ત્રણ શખ્શોને દબોચ્યા

(પ્રતિનિધિ દ્વારા  ભિલોડા) રાજ્યમાં વાહનચોરી કરતી અનેક ગેંગ સક્રીય છે રાજ્યમાં રોજ બરોજ અનેક વાહનચોરીની ફરિયાદ પોલીસ મથકે નોંધાતી હોય છે ત્યારે વડોદરાના વાઘોડિયા નજીકથી ટ્રેક્ટરની ચોરી કરી અરવલ્લી જીલ્લામાં ચોરેલ ટ્રેકટર વેચાણ અર્થે આવવાની બાતમી અરવલ્લી એલસીબી પોલીસે મળતા એલસીબી પોલીસે હજીરા વિસ્તાર અને બાયપાસ રોડ પર વોચ ગોઠવી હતી જીઆઈડીસી નજીક ચોરેલ ટ્રેકટર સાથે પસાર થતા ત્રણ શખ્શનોને દબોચી લીધા હતા એલસીબી પોલીસે ટ્રેકટર-ટ્રોલી સાથે ૩.૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી |

 

અરવલ્લી એલસીબી પીઆઈ આર.કે.પરમાર અને તેમની ટીમે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે વાઘોડિયાથી ચોરી કરેલ ટ્રેકટર-ટ્રોલી વેચાણ અર્થે કેટલાક શખ્શો હજીરા વિસ્તારમાં આવવાના હોવાની બાતમી મળતાં એલસીબી પોલીસ સતર્ક બની મોડાસાના પ્રવેશતા માર્ગો પર વોચ ગોઠવી હતી ત્યારે બાતમી આધારિત વાદળી રંગનું ટ્રોલી સાથે પસાર થતા ટ્રેકટરને અટકાવી શખ્શોની શખ્ત પૂછપરછ કરતા આ ટ્રેકટર વડોદરાના વાઘોડિયા વિસ્તારમાંથી ચોરી કર્યું હોવાનું કબૂલાત એલસીબી પોલીસે ટ્રેકટર-ટ્રોલી કીં.રૂ.૩.૫૦ લાખને જપ્ત કરી ૧)વિક્રમ હીરાભાઈ તળપદા, ૨)અજય કનુભાઈ તળપદા (બંને.રહે કજાડા-નડિયાદ) અને ઈમ્તિયાઝ ગુલામહુસેન વ્હોરા (રહે,ગોળ લીમડા,જમાલપુર-અમદાવાદ) ને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

ઈસરી પોલીસે બે બાઈક પર ૨૮ હજારના વિદેશી દારૂ સાથે દહેગામના એક અને કુણોલ બે બુટલેગરોને દબોચ્યા            

અરવલ્લી સરહદી જિલ્લો હોવાથી અહીંથી અવારનવાર વિદેશી દારૂની ખેપ મારતા બુટલેગરો સતત પોલીસના હાથે ઝડપાઈ રહ્યા છે.તાજેતરમાં ઈસરી પોલીસ ઈન્સ્પેકટર આર. એસ. તાવિયાડ અને તેમની ટીમ વિદેશી દારૂની હેરાફેરીની મળેલ બાતમીના આધારે કુણોલ ત્રણ રસ્તા પર નાકાબંધી કરી ઉભા હતા

ત્યારે બે બાઈકો હીરો સ્પેલેન્ડર અને બજાજ ડિસ્કવર એમ બે બાઈકો પર અલગ અલગ થેલાઓમાં ભરી ભારતીય બનાવટની વિદેશી દારૂની છુટી બોટલો નંગ. ૪૮. વિદેશી દારૂ, બે મોટરસાયકલ, મોબાઈલ મળી કુલ રૂપિયા ૭૭,૮૦૦ /-ના મુદ્દામાલ સાથે પકડાયેલા આરોપીઓમાં (૧) આચુશસિહ નિકુસિહ ઝાલા ઉં વ. ૧૯. રહે. દહેગામ તા. જી. ગાંધીનગર (૨)પ્રભાતસિહ હઠીસિહ રાઠોડ ઉં વ. ૨૫. રહે. કુણોલ તા. મેઘરજ (૩)પ્રવિણસિહ શેતાનસિહ રાઠોડ ઉં વ. ૨૩. રહે. કુણોલ તા. મેઘરજ એમ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી પ્રોહી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.