Western Times News

Gujarati News

લોકડાઉન બાદ જંબુસરમાં આધાર કાર્ડ સેન્ટર શરૂ થતાં ની સાથે જ માટે લાંબી કતારો જામી

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: જંબુસર શહેર ખાતે આવેલ આધારકાર્ડની કામગીરી માટે બે દિવસ થી લાંબી કતારો જામે છે.સિસ્ટમ ધીમી ગતિથી કામ કરતું હોય કતારો જામતા સોશ્યલ ડિસ્ટન્સ નું પાલન ન થતા કોરોના નું સંક્રમણ વધે તેવી શકયતાઓ દેખાઈ રહી છે.

ભારતના નાગરિકો માટે મારો આધાર મારી ઓળખ એ મુજબ દરેક સરકારી બેન્કિંગ કે અન્ય કામગીરીમાં દરેક વ્યક્તિ માટે આધારકાર્ડ ફરજિયાત હોય છે.કોરોના મહામારીને લઈ અગાઉ લોકડાઉન કરવામાં આવ્યું હતું.જેને લઈ દરેક વ્યક્તિના આધારકાર્ડ સહિતની કામગીરી બંધ થઈ જવા પામી હતી.

પ્રજાજનો આધાર કાર્ડ વગર નિરાધાર બન્યા હતા કારણ કે દરેક જગ્યાએ આધારકાર્ડ ફરજિયાત છે.હાલ ગતરોજ થી જ મામલતદાર કચેરીના પટાંગણમાં આધારકાર્ડની કામગીરી શરૂ કરવામાં આવેલ હોય ખબર પડતાં જ જનતા આધારની કામગીરી માટે જાણે પડાપડી થતી હોય તેમ લાંબી કતારો જામી હતી.આધાર કચેરી ખાતે હોમગાર્ડ જવાન હોવા છતાં અને વખતો વખત સુચના આપવામાં આવતી હોય તેમ છતાં આધાર કામગીરી માટે આવેલ લોકો ગીચોગીચ એકબીજાને અડીને ઊભા રહેતા સોશ્યલ ડિસ્ટન્સ ન ધજાગરા ઉડતા જોવા મળતા હતા.

સોશ્યલ ડિસ્ટન્સ ના જાળવતા કોરોના નું સંક્રમણ વધુ ફેલાઈ તેવી દહેશત વર્તાઈ રહી છે.તેમ છતાં બે જવાબદાર લોકોને જાણે કોરોનાનો ડર ન હોય હાલ આધારની ચાલી રહેલી કામગીરીમાં સિસ્ટમ ધીમી ગતિએ ચાલતી હોય જેને લઈ લાંબી લાઈનો પડતી હોય છે તથા આધાર કામગીરી માટે વધુ ઓપરેટર મૂકવામાં આવે તેવો ગણગણાટ જોવા મળતો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.