Western Times News

Gujarati News

દુનિયા બીજી મહામારી માટે સુસજ્જ રહે: ડબલ્યુએચઓ

કોરોનાને કારણે વૈશ્વિક સ્તરે ૨૭.૧૯ મિલિયન લોકોને ચેપ લાગ્યો તેમજ ૮.૮૮ લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા
નવી દિલ્હી, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ દુનિયાને બીજી મહામારી માટે તૈયાર રહેવાની ચેતવણી આપી છે. કોરોના વાયરસના સંક્રમણ અને તેની અસરોને ધ્યાનમાં રાખીને ડબલ્યુએચઓ ચીફ ટેડ્રોસ અદાનોમ ગેબ્રેયસુસે સોમવારે જણાવ્યું હતું કે, વિશ્વવ્યાપી દેશોએ આગામી રોગચાળા પહેલા પબ્લિક હેલ્થમાં ઘણાં બધાં નાણાનુ રોકાણ કરવુ જોઈએ, નહીં તો કોરોના જેવી સ્થિતિની આશંકા છે. ડૉ. ટેડ્રોસે કહ્યું કે, નોવેલ કોરોના વાયરસને કારણે વૈશ્વિક સ્તરે ૨૭.૧૯ મિલિયન લોકોને ચેપ લાગ્યો છે તેમજ ૮.૮૮ લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. રોઈટર્સના આંકડા પ્રમાણે ડિસેમ્બર ૨૦૧૯માં ચીનમાં પ્રથમ કેસની ઓળખ થઈ હતી. ત્યારથી વિશ્વના ઘણા દેશોમાં તેનું સંક્રમણ વધી રહ્યું છે અને હવે તેને નિયંત્રિત કરવું મુશ્કેલ છે.

ડબલ્યુએચઓના વડા ટેડ્રોસે જેનેવામાં એક પ્રેસ બ્રીફિંગ દરમિયાન કહ્યું કે ‘આ છેલ્લો રોગચાળો નથી. ઇતિહાસ અનેક રોગચાળોનો સાક્ષી રહ્યો છે. આ રોગચાળો જીવનની હકીકત છે. તે સમાપ્ત થતા નથી. પરંતુ વિશ્વમાં બીજો રોગચાળો આવે તે પહેલાં આપણે સંપૂર્ણ તૈયારીઓ કરવી જોઈએ. હાલની સરખામણીએ પણ વધારે તૈયાર રહેવું જોઈએ. વિશ્વના ઘણા દેશોમાં કોરોના વાયરસની રસી વેક્સીનને લઈને ટ્રાયલ અંતિમ તબક્કામાં છે. ત્યારે વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા કોરોના રસી વિશે કડક ચેતવણી આપવામાં આવી છે. ડબ્લ્યુએચઓએ જણાવ્યું હતું કે, અમારા માપદંડ મુજબ, ક્લિનિકલ ટ્રાયલ્સના એડવાન્સ સ્ટેજમાં પહોંચેલી કોઈ પણ રસી કોરોના વાયરસ સામે ૫૦% અસરકારક નથી. એટલું જ નહીં, ડબલ્યુએચઓએ એમ પણ કહ્યું કે અમને અપેક્ષા નથી કે, આવતા વર્ષે એટલે કે ૨૦૨૧ સુધીમાં વિશ્વના તમામ લોકોને રસી મળશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.