Western Times News

Gujarati News

૯થી ૨૦ સપ્ટેમ્બર સુધી સ્પેશિયલ ડ્રાઇવનાં આદેશ

Files Photo

અમદાવાદ: કોરોનાના કહેર વચ્ચે શહેરમાં અકસ્માતો વધી રહ્યાં છે. ત્યારે હવે ગુજરાતમાં ૯ સપ્ટેમ્બરખી ૩૦ સપ્ટેમ્બર સુધી સ્પેશિઅલ ડ્રાઇવનાં આદેશ છે. રોડ સેફટી અંગેની સમીક્ષા બેઠકમાં રાજ્યમાં અકસ્માતના બનાવોમાં હેલ્મેટ નહીં પહેરનાર લોકોનો મૃત્યુદર તેમજ ગંભીર ઇજા પામવાના કેસમાં વધારો થતા આજથી એટલે ૯મી સપ્ટેમ્બરથી તારીખ ૨૦ સુધી હેલ્મેટ અંગે ડ્રાઈવ રાખવા ઉચ્ચકક્ષાએથી આદેશ કરાયો છે. આ સાથે હેલ્મેટ ડ્રાઈવની દરરોજની કામગીરીનો અહેવાલ મોકલી દેવા સૂચના આપવામાં આવી છે.

જેથી જો આજથી હેલ્મેટ પહેર્યા વગર જશો તો તમારી પાસેથી મસમોટો દંડ વસૂલવામાં આવશે. મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, આ દંડની રકમ વસૂલવા માટે જ્યારે પોલીસ કે આરટીઓ જરૂરી દસ્તાવેજો માંગે ત્યારે પુરા પાડવાના રહેશે. આ દસ્તાવેજો કેન્દ્ર સરકાર દ્વારા માન્ય ડિજિટલ લોકર કે એમ પરિવહન એપના કોઈ પણ માધ્યમથી રજૂ કરી શકાશે.

જેમની પાસે આ દસ્તાવેજો ડિજિટલી સાથે હશે તેને પોલીસ કે આરટીઓ દંડ નહીં કરી શકે. ગુજરાતમાં માસ્ક નહીં પહેર્યું હોય તો ૧ હજાર રૂપિયા દંડ અને હેલમેટ નહીં પહેર્યું હોય તો ૫૦૦ રૂપિયા દંડ થશે. આજથી ૨૦ સપ્ટેમ્બર દરમિયાન સમગ્ર ગુજરાતમાં ટ્રાફિક પોલીસને મેગા ડ્રાઈવ ચલાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. ત્યારે અન્ય દંડની વાત કરીએ તો લાયસન્સ, વિમો અને પીયુસી જેવા દસ્તાવેજો ન હોય તો પ્રથમવાર રૂ.૫૦૦ અને બીજીવાર ૧૦૦૦નો દંડ કરવામાં આવશે.

જ્યારે કાચ પર ડાર્ક ફિલ્મ લગાવવા પર પ્રથમવાર ૫૦૦ અને બીજીવાર ૧૦૦૦નો દંડ અને ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરવા પર પ્રથમવાર રૂ.૫૦૦ અને બીજીવાર રૂ.૧૦૦૦નો દંડ ફટકારવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે, ૧૬ સપ્ટેમ્બરથી નવા સુધારા મુજબ ચાલકને નિયમો લાગૂ પડશે. જેમાં ડિજીટલ ડોક્યુમેન્ટ બતાવવા છૂટ, હાર્ડ કોપી સાથે નહી હોય તો પણ ચાલશે. લાયસન્સ વગર વાહન ચલાવવા પર માલિક અને ચાલક બન્નેને ૩૦૦૦ સુધીનો દંડ. જાહેર જગ્યાએ રેસ કરવા પર પહેલીવાર રૂ.૫૦૦૦ અને બીજીવાર રૂ.૧૦,૦૦૦ દંડ થશે. હેલ્મેટ ન પહેરનારને ૫૦૦નો દંડ, આરસી બુક અને વીમો ન હોય તો ૫૦૦નો દંડ, બીજી વખત પકડાયા તો ૧૦૦૦ દંડ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.