Western Times News

Gujarati News

ચીની સૈનિકોને ભારતીય સરહદની અંદર ઘૂસવા નહીં દેવામાં આવે

નવી દિલ્હી: ચીનની સાથે ચાલી રહેલા સરહદ વિવાદની વચ્ચે ભારતીય સેનાના ગ્રાઉન્ડ કમાન્ડરોને અનુશાસન રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. સાથોસાથ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ચીની સૈનિકોને કોઈ પણ કિંમતે ભારતીય સરહદની અંદર ઘૂસવા ન દેવામાં આવે. સ્પષ્ટ છે કે ભારતીય સૈનિકોને પોતાની સરહદોની સંપ્રભુતા કાયમ રાખવાની સાથે જ કોઈ પણ પ્રકારના ચીની અતિક્રમણ રોકવાનો આદેશ આપવામાં આવી ચૂક્યા છે. સરકારના સૂત્રોના હવાલાથી કહ્યું છે કે ફીલ્ડ કમાન્ડરોને કહેવામાં આવ્યું છે કે પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન શક્તિનું કારણ વગર પ્રદર્શન ન કરે. સૂત્રોનું કહેવું છે કે વાસ્તવિક નિયંત્રણ રેખાની પાસે ચીની પક્ષ પોતાની તરફ ફાયરિંગ પ્રેક્ટિસ પણ કરી રહ્યું છે.

Click on logo to read epaper English Click on logo to read epaper Gujrati

ચીન આ પ્રેક્ટિસ ભલે પોતાના વિસ્તારમાં કરે રહ્યું છે પરંતુ તેનો અવાજ ભારતીય વિસ્તારોમાં પણ સંભળાય છે. ભારતીય પક્ષે બ્રિગેડિયર સ્તરની સૈન્ય વાતચીત દરમિયાન ચીની સૈનિકો દ્વારા ભાલા અને ધારદાર હથિયાર સાથે રાખવાનો મામલો પણ ઉઠાવ્યો છે. સૂત્રોનું કહેવું છે કે ચીને વાસ્તવિક નિયંત્રણ રેખાની પાસે લગભગ ૫૦ હજાર સૈનિકોને એકત્ર કરી રાખ્યા છે

જેમની પાસે ટેન્કો અને અન્ય યુદ્ધક સામાન છે. આ ઉપરાંત વિસ્તારોમાં યુદ્ધક સામગ્રીની સંખ્યા વધારવામાં આવી રહી છે. આ પહેલા એક વરિષ્ઠ અધિકારી સૂત્રના હવાલાથી ખબર આવી હતી કે, ફેસ ઓફની ભવિષ્યવાણી કરવી મુશ્કેલ છે, પરંતુ આપણે યુદ્ધને આરે નથી પહોંચ્યા. ચીનો એક પૂર્ણ વિકસિત સંઘર્ષ સુધીનું નિર્માણ કરે છે, પરંતુ હજુ સુધી માત્ર મામૂલી વાતો જ થઈ છે. હજુ ચીની તૈનાથી વધુ ઝડપી નથી.

જોકે તેઓએ એમ પણ કહ્યું કે, તમે ચીનીઓ પર ભરોસો ન મૂકી શકો. ૨૯ તારીખની સવાર, ચુશૂલમાં ચીની કમાન્ડરે પોતાના ભારતીય સમકક્ષ સાથે વાત કરી હતી તેમ છતાંય તે જ રાત્રે તેઓએ આપણી પોસ્ટ તરફ પોતાના સૈનિકોને મોકલ્યા હતા. ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતીય લશ્કરે તેના ફિલ્ડ કમાન્ડર્સને સૂચના આપી દીધી છે કે કોઈ પણ ભોગે ચીનના સૈન્યને ઉલ્લંઘન કરવા ન દે અને ભારતીય વિસ્તારની સુરક્ષા કરતી વખત અત્યંત શિસ્ત જાળવી રાખે.

સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફિલ્ડ કમાન્ડર્સને તે પણ કહેવામાં આવ્યું છે કે પોત-પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન વધારે પડી શક્તિનું પ્રદર્શન ન કરે અને વધારે પડતા દળોનો પણ ઉપયોગ ન કરે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.