Western Times News

Gujarati News

બાયડમાં તસ્કરોએ મંદિર અને શાળાને પણ શિકાર બનાવી વધતો જતો ચોરીનો ઉપદ્રવ 

બાયડ તાલુકામાં મંદિરોને શાળાઓ પણ સલામત નથી અરવલ્લી જિલ્લામાં ચોરી નો ઉપદ્રવ દિવસ ને દિવસે વધતો જાય છે અને ચોરીની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે  જિલ્લામાં બંધ મકાન સલામતના રહેતું હોય  જો ભગવાનના મંદિરને શાળાઓ પણ સલામત ક્યાંથી રહે જિલ્લામાં વારંવાર ચોરીની ઘટના બનતા પ્રજાજનો માં ફફડાટ ફેલાયેલો રહે છે તાલુકામાં ઘરફોડ ચોરીની ટોળકી સક્રિય થઈ હોય નાઇટ પેટ્રોલિંગ સઘન બનાવવા  પ્રજાજનોની ઉગ્ર માંગ ઉઠી છે


પ્રાપ્ત માહિતી પ્રમાણે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાની કોજણ ગામ પ્રાથમિક શાળાને તસ્કરોએ શિકાર બનાવ્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે. બાયડ તાલુકામાં ત્રણ દિવસમાં આ ચોરીનો ત્રીજો બનાવ છે. બાયડ તાલુકાના સાઠંબા પોલીસ મથક વિસ્તારમાં અજબપુરા અને લક્ષ્મીપુરા ગામમાં પણ મંદિરોને ચોરોએ નિશાન બનાવ્યાની હકીકત પ્રકાશમાં આવ્યા બાદ લોકોમાં ભય ફેલાયેલો રહે છે

વધુ પ્રાપ્ત માહિતી મુજબ કોજણ ગામ પ્રાથમિક શાળામાં તાળાં તોડી કોઈ જાણભેદુ તસ્કરોએ શાળામાંથી વિદ્યાર્થીઓની રામદુકાનની રોકડ રકમ રૂપિયા ૮૦૦/- તથા વિડીયોકોન કલર ટી વી  તથા મોટા સ્પિકરો મળી કુલ રૂપિયા ૧૩,૮૦૦/-નો મુદ્દામાલ ચોરાયો હોવાની ફરિયાદ બાયડ પોલીસમાં શાળાના શિક્ષક સોનલબેન બી બારોટે નોંધાવી છે. ચોર જાણભેદુ હોવાનો સ્થાનિક લોકોનો મત જોવા મળ્યો હતો અને પોલીસે ગ્રામિણ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવું જોઈએ તેવો લોકો નો  સુર ઉઠવા પામ્યો છે. ચોરીના બનાવની વધુ તપાસ બાયડ પોલીસ ઈન્સ્પેકટર એન. જી. ગોહિલે  હાથ ધરી છે. દિલીપ પુરોહિતબાયડ

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.