Western Times News

Gujarati News

રાજકોટમાં ડોક્ટર્સ માટે રેડ એલર્ટ જાહેર કરાયું

રાજકોટ, રાજકોટમાં સિવિલ હૉસ્પિટલ સહિત વહીવટી તંત્ર દ્વારા દસથી વધુ ખાનગી હોસ્પિટલમાં કૉવિડ સેન્ટર માટેની મંજૂરી આપવામાં આવી છે. જેને લઈને દર્દીઓને કોરોનાની સારવાર સમયસર મળી રહે. છતાં પણ રાજકોટમાં કોરોના સંક્રમણ સત્તત વધતું રહ્યું છે અને રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિ પણ છેલ્લા એક સપ્તાહથી રાજકોટની મુલાકાતે છે.તમને જણાવી દઇએ કે, રાજકોટ માટે વધુ એક ચિંતાના સમાચાર જોવા મળી રહ્યા છે. રાજકોટમાં કોરોનાની સારવાર કરતા કરતા ૧૨૫થી વધુ તબીબો કોરોના સંક્રમિત થયા છે. જેને લઈને ઈન્ડિયન મેડિકલ એસોસિએશને ડૉક્ટર્સ માટે રેડ એલર્ટ જાહેર કરી ચિંતા વ્યક્ત કરી છે.રાજકોટમાં હાલ કોરોના સંક્રમણ રોકવા માટે અન્ય જિલ્લાના પણ ૭૦ કરતા વધુ તબીબો સેવા આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં સૌરાષ્ટ્રભરના દર્દીઓ કોરોનાની સારવાર માટે આવતા હોય છે. જેને લઈને રાજકોટમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં પણ વધારો જોવા મળે છે. પરંતુ રાજકોટમાં કોરોનાની સારવાર કરી રહેલા ડૉકટર્સ પણ કોરોના સંક્રમિત થતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.