Western Times News

Gujarati News

પ્રાંતિજ ખાતે આવેલ નગરપાલિકાના બગીચો બે હાલ

પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે કરોડો રૂપિયા ખર્ચે તૈયાર થયેલ  નગરપાલિકા સંચાલિત બગીચો બેહાલ થયો છે ત્યારે હાલતો બગીચા ની આવી દૂરદશા જોઇને નગરજનો માં રોષ જોવા મળી રહ્યો છે.

 

પ્રાંતિજ નગરના હાર્ડ સમાન નગરપાલિકા સંચાલિત શેઠ.પીએન્ડ આર હાઇસ્કુલ ખાતે આવેલ બે કરોડ ના ખર્ચે અદ્યતન બનાવેલ બગીચો હાલ યોગ્ય જાળવી અને સાચવણી ના અભાવે બેહાલ થયો છે તો કરોડો રૂપિયા ના ખર્ચે તૈયાર થયેલ બગીચામાં એરંડા આકળા ઉગી નિકળ્યા છે

તો અહીં આવતા નગરજનો માં બગીચાની આવી દૂરદશા જોઇને રોષ જોવા મલ્યો છે તો નગરપાલિકાના મહિલા કોર્પોરેટ અને બગીચા સમિતિ ના ચેરમેન રબારી મોજીબેન ના પતિ લલ્લુભાઇ રબારી એ જણાવ્યુ કે નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા બગીચા પેટે કોઇ સહાઇ ના આપતા હોવાનો આક્ષેપ કર્યો છે અને મશીનરી તથા બગીચા મા પોતે પોતાના પૈસા ખર્ચ કરી દવા લાવ્યા હતા

 

તો હાલતો બગીચા ની અંદર જાળવણી ના અભાવે અંદર આકરાં અને એરંડા તથા મોટું મોટુ ધાસ થઇ ગયું છે અને બાળકો ને રમવા માટે ના સાધનો પણ ટુટીગયા છે અને નીચે પડી ગયા છે લાઇટો પણ બંધ હાલતમાં છે તો બગીચા નો નકશો જ બદલાઈ ગયો છે અને બેઠક કુટીર ના સેડ ના પતરા તથા ફુવારા પણ ટુટીગયા છે તો બીજીબાજુ અહીં કામ કરતા કર્મચારીઓ પણ જણાવી રહ્યા છે કે

 

અમે ધાસ કાપવા માટે મશીન માટે ચીફ ઓફિસર ને લેખિતમાં જાણકરી છે અને દવા નકામા ધાસ માટે દવા છટવામાટે પણ કર્યું છે પણ દવા લાઇઆપવામા કે ધ્યાને લેવામાં આવતું નથી તો બીજી બાજુ બગીચા ના કર્મચારી ઓ જણાવી રહ્યા છે કે અમારો પણ છેલ્લા ત્રણ મહિના થી પગાર પણ થયો નથી અને અમારે પણ ધર કેવી રીતે ચલાવવું તો હાલતો પ્રાંતિજ નગરપાલિકાના ચીફઓફીસર આકાશ પટેલ ની હિટલર શાહી ને લઈને બે કરોડ રૂપિયા ના ખર્ચે તૈયાર થયેલ બગીચા નો નકશોજ બદલાઈ ગયો છે અને આકરાં એરંડા ઉગી નિકળતા બે હાલ બન્યો છે  . સંજય રાવલ પ્રાંતિજ .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.