Western Times News

Gujarati News

પૂનમ પાંડેએ બોયફ્રેન્ડ સૈમ બોમ્બે સાથે લગ્ન કરી લીધા

મુંબઈ: અનેક લોકોના મનમાં એક તસવીરથી જ ખલબલી મચાવતી (Poonam Pandey) પૂનમ પાંડેએ હવે લગ્ન કરી લીધા છે. પોતાની બોલ્ડ તસવીરોના કારણે ચર્ચામાં રહેતી મોડેલ અને એક્ટ્રેસ પૂનમ પાંડે હવે તેના બોયફ્રેન્ડ સૈમ બોમ્બે (Bombay) જોડે લગ્ન કરી લીધા છે. બંનેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. પોતાના લગ્નની આ સુંદર તસવીરો પૂનમ પાંડેએ ઇન્સ્ટાગ્રામ પર મૂકી છે.

જેમાં તે પારંપરિક લગ્નના જોડામાં સુંદર લાગી રહી છે. પૂનમે બ્લુ અને પીંક રંગના કોમ્બિનેશન સાથેની લગ્નનો ડ્રેસ પહેર્યો છે. તો તેના ફિયાન્સે સૈમ બોમ્બે પણ મેચિંગ બ્લુ રંગની શેરવાની પહેરી છે. બંને સાથે સરસ લાગી રહ્યા છે. પૂનમે ફોટાના કેપ્શનમાં લખ્યું કે હું આવતા સાત જન્મો સુધી તારી રહેવા માંગુ છું. સૈમ બોમ્બેએ પણ એક ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે.

જેમાં બંને પાર્ટીના મૂડમાં નજરે આવી રહ્યા છે. ફોટોના કેપ્શનમાં સેમ લખ્યું છે કે મિસ્ટ અને મિસેજ બોમ્બે. આ તસવીરમાં પૂનમ યેલો રંગના ડ્રેસમાં પોતાની મહેંદીની તસવીરો બતાવી રહી છે. ઉલ્લેખનીય છે કે પૂનમ પાંડે વર્ષ ૨૦૧૩માં ફિલ્મ નશાથી પોતાના ફિલ્મ કેરિયરની શરૂઆત કરી હતી. જે પછી તે ફિલ્મોના નાના મોટા રોલ કરતી નજરે પડી. આ સિવાય પૂનમ પાંડેના સોશિયલ મીડિયામાં પણ મોટું ફેન ફોલોઇંગ છે. તે સતત પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. અને તેની આ હોટ અને બોલ્ડ તસવીરોના અનેક દિવાના છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.