Western Times News

Gujarati News

યુપીમાં નવી સ્પેશલ ફોર્સ: વોરંટ વગર તલાશી લેવાનો, ધરપકડ કરવાનો અધિકાર

લખનૌ, ઉત્તરપ્રદેશની યોગી સરકારે નવા વિશેષ સુરક્ષા દળની રચના કરી છે આ દળની શક્તિઓ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (સીઆઇએસએફ)ની સમાન જ હશે આ ફોર્સની પાસે વગર વોરંટની તલાશી લેવાનો અને કોઇની પણ ધરપકડ કરવાનો અધિકાર રહેશે. રાજય સરકારે આ માહિતી આપી હતી ઉત્તરપ્રદેશ સ્પેશલ સિકયોરિટી ફોર્સ ઉત્તરપ્રદેશમાં ઉચ્ચ અદાલતો,જીલ્લા અદાલતો પ્રશાસનિક કાર્યાલય અને પરિસર અને તીર્થ સ્થળો મેટ્રો રેલ હવાઇ અડ્ડા બેંક અન્ય નાણાંકીય શૈક્ષણિક સંસ્થાનો ઔદ્યોગિક સંસ્થાનો વગેરેની સુરક્ષા વ્યવસ્થા કરશે.

Click on logo to read epaper English Click on logo to read epaper Gujrati

યુપી સરકારના સત્તાવાર હેંડલથી અનેક ટ્‌વીટ કરી આ માહિતી આપવામાં આવી છે એડિશનલ ચીફ સેક્રેટરી(ગૃહ) અવનીશ અવસ્થીએ કહ્યું કે આ પ્રકારે ૫ બટાલિયનની રચના કરવામાં આવી છે તેના પર કુલ ખર્ચ ૧૭૪૭.૦૬ કરોડ અંદાજમાં આવ્યો છે તેમાં પગાર ભથ્થા અને અન્ય વ્યવસ્થાઓ પણ સામેલ છે.તેમણે કહ્યું કે તેના પ્રથમ તબકકામાં પીએસીનો સહયોગ લઇ કેટલાક ઇન્ફ્રાસ્ટ્રકચર શેયર કરી તેને આગળ લઇ જવામાં આવશે આ દળના સભ્યોને વિશેષ પાવર નિયમાવલીન હેઠળ આપવામાં આવશે.

અવસ્થીએ કહ્યું કે મહત્વપૂર્ણ પ્રતિષ્ઠાનોની સુરક્ષા હેતુ વર્તમાનમાં ૯,૯૧૯ કર્મી કાર્યરત રહેશે વિશેષ સુરક્ષા દળના રૂપમાં પ્રથમ તબક્કામાં પાંચ બટાલિયનની રચના કરવાનો પ્રસ્તાવ છે. આ બટાલિયનોની રચના હેતુ કુલ ૧,૯૧૩ નવા પદો ઉભા કરવામાં આવશે તેમણે કહ્યું કે આ દળ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો ડ્રીમ પ્રોજેકટ હશે ટ્‌વીટમાં એડિશનલ ચીફ સેક્રેટરીના હવાલાથી કહેવામાં આવ્યું છે કે ગળ કોઇ સભ્ય કોઇ મેજિસ્ટ્રેટના કોઇ આદેશ વિના તથા કોઇ વોરંટ વગર કોઇ વ્યક્તિની ધરપકડ કરી શકે છે વોરંટના તલાશી લેવાની શક્તિ આ ફોર્સની પાસે હશે સરકારના તાજેતરના પગલાને લઇ અનેક લોકોએ સવાલ ઉઠાવ્યા છે અનેક ટીકા કરી રહ્યાં છે કે તલાશી અને ધરપકડ કરવાનો અધિકાર આપવાથી તેનો દુરૂપયોગ થશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.