Western Times News

Gujarati News

રાજયસભાના ઉપસભાપતી તરીકે NDAના જદયુના નેતા હરિવંશ સિંહ ચુંટાયા

નવીદિલ્હી, રાજયસભા સાંસદ અને જનતાદળના નેતા હરિવંશ સિંહ બીજીવાર રાજયસભાના ઉપસભાપતિ તરીકે ચુંટાયા છે. વિરોધ પક્ષ તરફથી રાજદ નેતા મનોજ ઝા અને એનડીએ તરફથી જદયુના નેતા હરિવંશ વચ્ચે આ પદ માટે કાંટાની ટકકર હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં કહ્યું કે હું હરિવંશ જીને ઉપસભાપતિ ચુંટાવા માટે અભિનંદન પાઠવું છે વડાપ્રધાને કહ્યું કે એક પત્રકાર અને સમાજસેવક હોવાને નાતે તેઓ અનેક લોકોના માનીતા છે આપણે તમામ જાેઇ ચુકયા છીએ કે તેમણે પહેલા સંસદની કાર્યવાહી કેવી રીતે ચલાવી છે., રાજયસભાના ઉપલભાપતિ ચુંટાયા બાદ કોંગ્રેસ સાંસદ ગુલામ નબી આઝાદે પણ તેમને અભિનંદન પાઠવ્યા હતાં અને કહ્યું કે હરિવંશ આ પદ માટે યોગ્ય પાત્ર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.